નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ખેડૂતો અને રાજકીય પક્ષોના સતત વિરોધ વચ્ચે રવિવારે ચોમાસુ સત્રમાં સંસદ દ્વારા પસાર કરાયેલા ખેડૂતો અને ખેતી સંબંધિત બિલોને મંજૂરી આપી દીધી છે. ખેડૂતો અને રાજકીય પક્ષો આ ખરડો પાછો ખેંચવાની માંગ કરી રહ્યા હતા, પરંતુ તેમની અપીલ કામ લાગી ન હતી. મોદી સરકારમાં અને NDAમાં સાથી પક્ષ રહેલા શિરોમણિ અકાલી દળે પણ આ બિલનો વિરોધ કર્યો હતો. સંસદમાં તેમણે આ બિલનો વિરોધ કર્યો, ત્યારબાદ કેન્દ્રમાં મંત્રી એવા હરસિમરત કૌર બાદલે પોતાના મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ પછી પણ સરકારના વલણમાં કોઈ ફેરફાર નહીં જોઈને નારાજ શિરોમણિ અકાલી દળ NDA થી અલગ થયું હતું.
ખેડૂતો વેપાર અને વાણિજ્ય (પ્રમોશન અને સુવિધા) બિલ 2020, ખેડૂતો (સશક્તિકરણ અને સુરક્ષા) ભાવ ખાતરી અને કૃષિ સેવાઓ બિલ, 2020 પર કરાર અને આવશ્યક ચીજવસ્તુ (સુધારો) બિલ 2020 પ્રથમ સંસદના ચોમાસુ સત્રમાં લાવવામાં આવ્યા હતા. જેને સંસદમાં પસાર કરાયા હતા અને હવે આ અંગે રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. આ ત્રણેય બિલ કોરોના સમયગાળામાં 5 જૂને જાહેર કરાયેલા ત્રણ વટહુકમોની જગ્યા લેશે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈકેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈકેલક્યુલેટ કાર લોન ઈએમઆઈકેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ