Aryan Khan Bail: આર્યન ખાનની જામીન પર આજે ના આવ્યો ફેંસલો, હવે કાલે થશે સુનાવણી

ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની જામીન અરજી પર આજે ફેંસલો ના આવી શક્યો, બૉમ્બે હાઇકોર્ટમાં કાલે પણ સુનાવણી યથાવત રહેશે

gujarati.abplive.com Last Updated: 27 Oct 2021 05:45 PM
હવે કાલે થશે જામીન પર ફેંસલો

ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની જામીન અરજી પર આજે  ફેંસલો ના આવી શક્યો, બૉમ્બે હાઇકોર્ટમાં કાલે પણ સુનાવણી યથાવત રહેશે. આર્યન ખાનને ક્રૂઝ પરથી એનસીબીની ટીમે પકડ્યો હતો, અને ત્યારબાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. એટલે કે 2જી ઓક્ટોબરથી હજુ સુધી આર્યન ખાન જેલમાં છે, આર્યનને જામીન આપીને જેલની બહાર લાવવા માટે શાહરૂખ ખાને વકીલોનો ફૌઝ ઉતારી દીધી છે. ગઇકાલે મંગળવારે પણ બૉમ્બે હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી, પરંતુ ફેંસલો આવી શક્યો ન હતો.

વકીલોએ ધરપકડને ગણાવી ખોટી

ક્રૂઝ ડ્રગ્સ કેસમાં અભિનેતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટ સહિત અન્યની જામીન અરજી પર બૉમ્બે હાઇકોર્ટમાં સુનાવણી ચાલુ છે. આર્યન તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી દલીલો કરી રહ્યાં છે. વળી, અરબાઝ મર્ચન્ટ તરફથી અમિત દેસાઇ હાજર થયા છે. તેમને કહ્યું કે, જ્યારે કથિત ગુનો એક વર્ષથી ઓછા સમય માટે દંડનીય હોય. સીઆરપીસીની કલમ 41એ અંતર્ગત નૉટિસ પાઠવવી જોઇતી હતી. નાના -મોટા ગુનાઓમાં ધરપકડ અપવાદ છે. આ અર્નેશ કુમારના ફેંસલા (જજમેન્ટનો હવાલો)નુ ફરમાન છે. તેમને કહ્યું કે જામીન નિયમ છે અને જેલ અપવાદ છે. હવે આ બની ગયુ છે 'ધરપકડ નિયમ છે અને જામીન અપવાદ'.

કોર્ટની કાર્યવાહી શરૂ

વકીલોએ કહ્યું - નશો કરવા, ડ્રગ્સ મળી આવ્યાના કોઇ સબૂત નથી, અને તથાકથિત કાવતરુ અને ઉકસાવવામાં તેની ભાગીદારી બતાવવા માટે કોઇ સબૂત નથી, જેમે કે એનસીબી દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. વળી, આનાથી ઠીક પહેલા એનસીબીએ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને આર્યનની જામીન અરજીનો વિરોધ કર્યો. એજન્સીએ કહ્યું કે તે (આર્યન ખાન) ના માત્ર ડ્રગ્સ લેતો હતો, પરંતુ તેની ગેરકાયદેસર તસ્કરીમાં પણ સામેલ હતો.

હાઇકોર્ટમાં વકીલોએ કરી જોરદાર દલીલો

આર્યન, અરબાઝ સહિત અન્યને બે ઓક્ટોબરે એનસીબીએ પકડ્યા હતા, અને આ પછી તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. અત્યારે આર્યન આર્થર જેલમાં બંધ છે. ધરપકડ બાદ તેને નીચલી કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જોકે કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી. આ પછી તેમને બૉમ્બે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી. તેમની અરજી પર મંગળવારે પણ સુનાવણી થઇ. આ દરમિયાન આર્યન ખાન તરફથી હાજર થયેલા વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે, તેમની પાસેથી કોઇ ડ્રગ્સ મળ્યુ ન હતુ. આર્યનની ધરપકડનો કોઇ આધાર નથી. રોહતગીએ કહ્યું કે, આર્યન ખાનને કોઇ અન્ય વ્યક્તિ દ્વારા માદક પદાર્થ કથિત રીતે રાખવા માટે જવાબદાર નથી ઠેરવી શકાતો. 

આર્યનના જામીન માટે શાહરુખ ઉતારી વકીલોની ફોજ

ક્રુઝ ડ્રગ્સ કેસમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી પર આજે સુનાવણી કરવામાં આવશે. મંગળવારે આર્યન ખાનના વકીલે દલીલો કરી હતી. જામીન મેળવવા માટે પિતા શાહરુખ ખાને વકીલોની ફોજ ઉતારી છે.


 

બ્રેકગ્રાઉન્ડ

Aryan Khan Bail Hearing: ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની જામીન અરજી પર આજે  ફેંસલો ના આવી શક્યો, બૉમ્બે હાઇકોર્ટમાં કાલે પણ સુનાવણી યથાવત રહેશે

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.