ડ્રગ્સ કેસમાં ધરપકડ થયેલા આર્યન ખાન હાલ 14 દિવસની જ્યુશ્યિલ કસ્ટડીમાં છે. આજે જામીન અરજી પર થનાર સુનાવણી ટળી છે.
ડ્રગ્સ કેસમાં ધરપકડ થયેલા આર્યન ખાન હાલ 14 દિવસની જ્યુશ્યિલ કસ્ટડીમાં છે. આજે મુંબઇ સેશન કોર્ટમાં તેની સુનાવણી થવાની હતી. જે બુધવાર સુધી ટળી છે.
શાહરૂખ ખાન (Shahrukh Khan)ના દીકરા આર્યન ખાનને ડ્ર્ગ્સ કેસમાં એનસીબીએ ધરપકડ કરી છે. આર્યનને કોર્ટે 14 દિવસની જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલ્યો છે. તે હાલ મુંબઇના આર્થર રોડ જેલમાં બંધ છે. શુક્રવારે કોર્ટે આર્યનની જામીન અરજીને ફગાવી દીધી છે ત્યારબાદ આર્યનના વકીલ સતીશ માનશિંદે સ્પેશિયલ એસડીપીએસ કોર્ટમાં દાખલ કરી હતી. તેના પર હવે બુધવારે સુનાવણી થશે.
સતીશ માનશિંદેએ ન્યૂઝ એજન્સી ANI સાથે આર્યન ખાનના જામીન અંગે વાત કરી હતી. તેમણે કહ્યું- સ્વાભાવિક છે કે, જો કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હોય તો અમે ઉચ્ચ અદાલતમાં અરજી કરીશું. અમે મુંબઈની વિશેષ NDPS કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. આ અંગે આજે સુનાવણી થઈ શકે છે.જો કે સુનાવણી હવે બુધવારે થશે.
બુધવારે કરી હતી આ વાત
વિશેષ એનડીપીએસ કોર્ટ બુધવારે આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી કરશે. ત્યારે જ નક્કી થશે કે આર્યનને જામીન મળે છે કે પછી તેને હજું વધુ સમય માટે જેલમાં રહેવું પડશે.
કોર્ટે કરી આ વાત
આર્યન ખાનની જામીન અરજી ફગાવીને જજે કહ્યું હતું કે, આ અરજી અહીં આપવી યોગ્ય નથી. જેથી તેથી તેને ફગાવી દઉં છું. જામીન માટેની અરજીનો યોગ્ય રસ્તો સ્પેશિયલ એનડીપીએસ કોર્ટ છે. આ કોર્ટમાં જામીન ઉચિત નથી.
આ પણ વાંચો
CSKvsDc : દિલ્હીને હરાવી ચેન્નઈ સુપર કિંગ્સ IPL 2021 ફાઈનલમાં, ગાયકવાડ અને ઉથપ્પા બન્યા જીતના હીરો
T-20 વર્લ્ડ કપમાં પહેલી વાર અમલી બનશે આ મહત્વનો નિયમ, જાણો ભારતને ફાયદો થશે કે નુકસાન ?