મુંબઈઃ બોલીવુડ ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો આવ્યો છે. NCBની પૂછપરછમાં ડ્રગ્સ પેડલર્સે બોલીવુડના ચાર હિરો શાહરૂખ ખાન, રણબીર કપૂર, ડિનો મોરિયા અને અર્જુન રામપાલના નામ પણ આપ્યા છે. જેના પર એનસીબીએ કહ્યું કે, SRA અંગે કોઈ પણ જાતના પૂરાવા વગર કેટલાક અહેવાલ વહેતા થયા છે.
ગઈકાલે દૈનિક ભાસ્કરના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે એનસીબીના એક અધિકારીએ પોતાનું નામ ન છાપવાની શરતે બોલીવુડના મોટા માથાના નામ આપ્યા છે. એનસીબી કોઈપણ પગલું ભરતા પહેલા હોમ વર્ક કરી લેવા માંગે છે. જે બાદ એજન્સી આ અભિનેતાઓને સમન્સ મોકલી શકે છે.
મંગળવારે એબીપી ન્યૂઝે સૂત્રોના હવાલાથી જણાવ્યું હતું કે, ડ્રગ્સ કેસમાં એનસીબી દીપિકાની સાથ કામ કરી ચુકેલા ત્રણ સુપર સ્ટારની પૂછપરછ કરી શકે છે. આ અભેતાઓના નામ S, R અને A થી શરૂ થાય છે.
સૂત્રોના કહેવા મુજબ એ નામથી શરૂ થતો અભિનેતા ડ્રગ્સ લાવતો પણ હતો અને સંપર્કમાં આવતા લોકોને આપતો હતો. 26 સપ્ટેમ્બરે એનસીબીએ અભિનેત્રી દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનના નિવેદન નોંધ્યા હતા. જે બાદ એનસીબીએ ધર્મા પ્રોડક્શનના કાર્યકારી નિર્માતા ક્ષિતિજ રાવની પૂછપરછ બાદ ધરપકડ કર્યો હતો. એજન્સી આ મામલે એક ડઝનથી વધુ લોકોની ધરપકડ કરી ચુકી છે.
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
ડ્રગ્સ કેસમાં શાહરૂખ, રણબીર કપૂર અને અર્જુન રામપાલના નામ આવ્યા બાદ NCBએ શું આપી પ્રતિક્રિયા ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Oct 2020 09:46 AM (IST)
NCBની પૂછપરછમાં ડ્રગ્સ પેડલર્સે બોલીવુડના ચાર હિરો શાહરૂખ ખાન, રણબીર કપૂર, ડિનો મોરિયા અને અર્જુન રામપાલના નામ પણ આપ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -