એનસીબીએ રિયા ચક્રવર્તી વિરુદ્ધ વધુ એક કેસ નોંધ્યો છે. તપાસ એજન્સીનું કહેવું છે કે, રિયાએ નવેમ્બર 2019થી તેના ઘરે ડ્રગ્સની ડિલીવરી કરવા પર સંમતિ આપી હતી અને સુશાંત માટે પોતાના ઘરમાંજ ડ્રગનો ઉપયોગ કરવાની વ્યવસ્થા કરી હતી. આટલું જ નહીં, એનસીબીએ એવો પણ દાવો કર્યો હતો કે તેમણે પોતાના પૈસાથી જ ડ્રગ મંગાવ્યા હતું.
એનસીબીનું કહેવું છે કે, રિયાએ પોતાના ભાઈ શૌવિક માટે પોતાના પૈસાથી કથિત રૂપે ડ્રગ્સ મંગાવ્યું હતું. તેથી એજન્સીનું કહેવું છે કે, રિયા ચક્રવર્તીએ આંતર-રાજ્ય ડ્રગ્સની ખરીદી, વેચાણ અને ટ્રાન્સપોર્ટ, માલિકીનો હક અને આયાત અને નિકાસ બન્નેનું કાવતરું રચ્યું હતું. તે ગાંજા, બડ અને મારિજુઆનાની પણ ખરીદી કરી હતી.
તે સિવાય, ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે, ડ્રગ્સના ખરીદ-વેચાણ માટે રિયા સાથે તેનો ભાઈ શૌવિક, સુશાંત સિંહ રાજપૂતનો હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાંડા, રસોઈયો દિપેશ સાવંત અને ઋષિકેશ નામનો એક શખ્સ સહિત અનેક લોકો સામેલ હતા. આ તમામ લોકો સુશાંતને પણ ડ્રગ્સ લાવીને આપતા હતા. આમાથી અનેક લોકો જામીન પર બહાર છે અને કેટલાક જેલમાં જ છે.