હેમા માલિનીએ લીધો કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ, તસવીર શેર કરીને શું કહ્યું ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Mar 2021 04:37 PM (IST)
ભારતમાં 5 માર્ચ 2021 સુધી એક કરોડ 90 લાખ લોકોએ કોરોના વેક્સીન લીધી છે. ભારતમાં હાલમાં વેક્સીનનો બીઝો ડોઝ આપવાનું શરુ થઈ ગયું છે.
photo- hema malini twitter
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ અને ભાજપ સાંસદ હેમા માલિનીએ શનિવારે કોરોના વાયરસની વેક્સીનનો પ્રથમ ડોઝ મુકાવ્યો હતો. તેમણે મુંબઈની કૂપર હોસ્પિટલમાં વેક્સીનન લીધી હતી. વેક્સીનનો પ્રથમ ડોઝ લીધા બાદ હેમા માલિનીએ ટ્વિટર પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. તેમાં તેમણે લખ્યું કે, મે કૂપર હોસ્પિટલમાં લોકો સાથે કોરોની રસી મુકાવી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ અભિનેતા સૈફ અલી ખાને પણ મુંબઈમાં કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો. સૈફ હાલમાં જ બીજી વખત પિતા બન્યો છે. સરકારી આંકડા અનુસાર, ભારતમાં 5 માર્ચ 2021 સુધી એક કરોડ 90 લાખ લોકોએ કોરોના વેક્સીન લીધી છે. ભારતમાં હાલમાં વેક્સીનનો બીઝો ડોઝ આપવાનું શરુ થઈ ગયું છે.