મુંબઈ: ડ્રગ્સ કેસમાં એનસીબી દ્વારા દીપિકા પાદૂકોણ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનની પૂછપરછ કરવામાં આવી રહી છે. દીપિકા સવારે 10 વાગ્યે એનસીબી ગેસ્ટ હાઉસ પહોંચી હતી. જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની એનસીબી ઓફિસમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.
સારા અલી ખાને ડ્રગ્સ લેવાના સવાલ પર ઇનકાર કર્યો હતો. સારા અલી ખાને એનસીબીની પૂછપરછમાં કહ્યું હતું કે કેદારનાથ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંન્ને વચ્ચે રિલેશનશીપ શરૂ થઇ હતી. ફિલ્મના શૂટિંગ બાદ પણ તે સુશાંતના કેપ્રી હાઉસ ઘરમાં તેની સાથે રહેવા જતી રહી હતી. બંન્ને પાંચ દિવસ માટે થાઇલેન્ડના કોહ સમુઇ આયલેન્ડમાં ગયા હતા જ્યાં પાર્ટી પણ કરી હતી. સારાએ કહ્યું કે, શૂટિંગ દરમિયાન સુશાંત ડ્રગ્સ લેતો હતો. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈકેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈકેલક્યુલેટ કાર લોન ઈએમઆઈકેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ