Drugs Case: NCB સામે શ્રદ્ધા કપૂરનો મોટો ખુલાસો, કહ્યું -શૂટિંગના સેટ પર સુશાંત લેતો હતો ડ્રગ્સ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 Sep 2020 01:01 PM (IST)
ડ્રગ્સ કેસમાં પૂછપરછ માટે બોલીવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર આજે બપોરે એનસીબીની ઓફિસ પર પહોંચી છે.
મુંબઈ: શ્રદ્ધા કપૂરે એનસીબી સામે મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે ફિલ્મની શૂટિંગ દરમિયાન વેનિટી વેનમાં મે પોતે સુશાંસતને ડ્ર્ગસનું સેવન કરતા જોયો છે. શ્રદ્ધા કપૂરે કહ્યું કે ફિલ્મ છિછોરે બાદ થયેલી પાર્ટીમાં ડ્રગ્સ લેવામાં આવ્યું હતું. જો કે તેણે પોતે ડ્રગ્સ લીધું હોવાનો ઈનકાર કર્યો હતો. ડ્રગ્સ કેસમાં પૂછપરછ માટે બોલીવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર આજે બપોરે એનસીબીની ઓફિસ પર પહોંચી હતી. અધિકારીઓ દ્વારા શ્રદ્ધા કપૂરની પૂછપરછ કરવામાં આવી રહી છે. NCB ગેસ્ટ હાઉસથી લઈ મેઈન રોડ સુધી મુંબઈ પોલીસે બેરિકેડ્સ લગાવી દીધા છે. દીપિકા પાદુકોણની અહીંયા પૂછપરછ થઈ રહી છે. જ્યારે સારા અલી ખાન તથા શ્રદ્ધા કપૂરની NCBની ઓફિસમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ