કેલિફોર્નિયાઃ હોલીવૂડ એક્ટર અને રાઇટર જોન ટ્રેવોલ્ટાની પત્ની કેલી પ્રિસ્ટનનું 57 વર્ષની વયે નિધન થયું છે. તે છેલ્લા બે વર્ષથી બ્રેસ્ટ કેન્સર સામે લડતી હતી. ટ્રેવોલ્ટાએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા જાણકારી આપી અને ઈમોશનલ પોસ્ટ લખી.

જોન ટ્રેવોલ્ટાએ લખ્યું, ખૂબ દુઃખ થઈ રહ્યું છે. મારી પ્રેમાળ પત્ની કેલી બે વર્ષથી બ્રેસ્ટ કેન્સર સામે જંગ લડતી હતી. અનેક લોકોના પ્યાર અને સમર્થન વડે તે આ જંગ બહાદુરીથી લડી પરંતુ આ લડાઈમાં હારી ગઈ. મારો પરિવાર અને હું તેના ડોક્ટર્સ, નર્સ અને મેડિકલ સ્ટાફના હંમેશા આભારી રહીશું. કેલીના પ્યાર અને તેની લાઇફને હંમેશા યાદ કરવામાં આવશે.



કેલી પ્રિસ્ટનની પુત્રી એલા ટ્રેવોલ્ટાએ તેની માતાને શ્રદ્ધાંજલિ આપતાં ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, હું તમારા જેવી બહાદુર, મજબૂત, સુંદર અને પ્રેમાળ મહિલાને નથી મળી. તમારા પ્રેમ માટે આભાર. આ દુનિયાને સુંદર જગ્યા બનાવવા માટે તમારો આભાર. તમે જીવનને સુંદર બનાવ્યું અને હું જાણું છું કે તમે હંમેશા આમ કરતા રહેશે.



કેલી પ્રિસ્ટને જેરી મેગ્યોર, સ્પેસ કેંપ, ટ્વિન્સ, જેક ફ્રોસ્ટ, ફોર લવ ઓફ ધ ગેમ અને વ્યૂ ફ્રોમ ધ ટોપ જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો છે. વર્ષે 2000માં રિલીઝ થયેલી બેટલફીલ્ડ અર્થમાં તે પતિ જોન ટ્રેવોલ્ટા સાથે નજરે પડી હતી. અંતિમ વખત 2018માં રિલીઝ થયેલી ગેંગસ્ટર ડ્રામા ગોટ્ટીમાં નજરે પડી હતી.

પીએમ મોદીએ ગૂગલના CEO સુંદર પિચાઈ સાથે કરી વાત, ગૂગલ ભારતમાં કરશે 75 હજાર કરોડનું રોકાણ