OMG-2 Controversy: અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ OMG-2 પર વિરોધ અને વિવાદના વાદળા ઘેરાયા છે.  આ ફિલ્મ રિલિઝ પહેલા જ વિવાદમાં ફસાઇ  હોય તેમ લાગી રહ્યું છે. મહાકાલ મંદિરના પૂજારીઓએ ફિલ્મના એક દ્રશ્ય સામે વાંધો ઉઠાવ્યો છે. પૂજારીઓએ ફિલ્મ નિર્માતાઓને નોટિસ પણ મોકલી છે. આ ફિલ્મનું શુટિંગ પણ મહાકાલ મંદિરમાં કરવામાં આવ્યું છે.


બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની ફિલ્મ OMG-2નો વિવાદ વધી રહ્યો છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ મહાકાલેશ્વર મંદિરના પૂજારીઓએ ફિલ્મ મેકર્સને નોટિસ મોકલી છે. મહાકાલ મંદારના પૂજારી પંડિત મહેશ શર્માએ ફિલ્મ નિર્માતાઓને ચેતવણી આપી હતી કે, ફિલ્મમાં બાબા મહાકાલ વિશેની ખોટી રજૂઆતોને દૂર કર્યા પછી જ ફિલ્મ રિલીઝ કરવામાં આવે. સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મને A પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. જે બાદ મહાકાલેશ્વર મંદિરના પૂજારીઓએ ફિલ્મના નિર્માતાઓને લીગલ નોટિસ મોકલી છે. જેમાં વાંધાજનક સીન હટાવીને જાહેરમાં માફી માંગવાનું કહેવામાં આવ્યું છે.


મહાકાલેશ્વર મંદિરના પૂજારી પંડિત મહેશ શર્માએ જણાવ્યું કે, ફિલ્મ OMG 2 ભલે કોઈ હેતુ માટે બનાવવામાં આવી હોય, પરંતુ તેના ટ્રેલરમાં ભગવાન શિવને જે રીતે રજૂ કરવામાં આવ્યા છે. તેણી ખોટી પ્રસ્તુતિની રીત  છે. ફિલ્મના ટ્રેલરમાં અક્ષય કુમાર ભગવાન શિવનો રોલ કરી રહ્યો છે, એક સીનમાં તે કચોરી ખરીદતા જોવા મળે છે. જ્યારે દુકાનદાર આશીર્વાદ મેળવીને પણ પૈસા માંગી રહ્યો છે. આવા દ્રશ્યો આપણી ધર્મની ગરિમા અને મહાદેવના પરની આપણી શ્રદ્ધા પર આધાત સમાન છે.


આશીર્વાદ એ સૌથી મોટી સંપત્તિ છે


ભગવાન શિવના ભક્તો માટે પૈસા નહીં પરંતુ તેમના આશીર્વાદ સૌથી મોટી સંપત્તિ છે. પૂજારીએ કહ્યું કે, અખિલ ભારતીય પૂજારી મહાસંઘ વતી હાઈકોર્ટના વકીલ અભિલાષ વ્યાસે 7 ઓગસ્ટે ફિલ્મ નિર્દેશક અમિત રાય, નિર્માતા વિપુલ શાહ અને ચંદ્રપ્રકાશ દ્વિવેદી, અભિનેતા અક્ષય કુમાર ઉપરાંત સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસૂન કુમાર જોશીને આ નોટિસ મોકલી છે. નોટિસમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જે રીતે ફિલ્મના ટ્રેલરમાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે.  તે કોઇપણ રીતે યોગ્ય  નથી.


 


મહાકાલેશ્વર મંદિરના પૂજારી પંડિત મહેશ શર્મા ઉજ્જૈન જિલ્લામાં ફિલ્મ OMG 2નું સ્ક્રીનિંગ રોકવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું  તેમણે કલેક્ટર પાસે ફિલ્મને ઉજ્જૈનમાં રિલીઝ થતી રોકવાની પણ  માંગ કરી છે.