Kutch: કચ્છના ભૂજ-ખાવડાને જોડતા પુલની ગર્ડરમાં તિરાડ પડી હતી. મળતી જાણકારી અનુસાર, કચ્છના ભુજમાં રૂદ્રમાતા પુલ જર્જરિત હોવાથી અચાનક જાહેરનામુ બહાર પાડી બંધ કરી દેવામાં આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રૂદ્રમાતા પુલના ગર્ડરમાં તિરાડ પડતા તેને અવર જવર માટે પુલ બંધ કરાતા 44 ગામના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડાયવર્ઝન વગર પુલ બંધ કરી દેતા લોકોને 50 કિલોમીટર દૂર ફરીને ભૂજ જવું પડી રહ્યું છે.




ખાવડા અને કચ્છને જોડતો પુલ બંધ થતા મોટા વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. ST બસને પુલ પરથી પસાર થવાની મંજૂરી આપવાની ગ્રામજનોએ રજૂઆત કરી હતી. આ પુલ 200થી વધુ ગામને જોડે છે. અચાનક જાહેરનામું બહાર પાડી એસટી બસો, મીઠાનું પરિવહન કરતા વાહનો, સ્કૂલ બસો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.  જેના કારણે હવે મોટા વાહનચાલકો 60 કિલોમીટર ફરીને ભૂજ જવું પડી રહ્યું છે.  જ્યારે એસટી સેવા બંધ હોવાથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા અને એસટી બસને પુલ પરથી પસાર થવા દેવાની માંગ કરી હતી.


જો કે 15 દિવસમાં પુલના સમારકામની ખાતરી આપવામાં આવી હતી. પરંતુ હજુ સુધી સમારકામની પ્રક્રિયા પણ શરુ થઈ નથી. ત્યારે ગ્રામજનો અને સરપંચોએ વહેલી તકે પુલના સમારકામની માંગ કરી હતી. પુલ અચાનક બંધ કરવામાં આવ્યું જેના કારણે ૪૪ ગ્રામ પંચાયતના લોકોને હાલાકી ડાયવર્ઝન વગર પુલ બંધ કરી દેવાતા લોકોને ભૂજ આવવા માટે ૫૦ કિલોમીટરનો ફેરો પડી રહ્યો છે.





કચ્છ જિલ્લાના મુખ્ય શહેર ભૂજને જોડતો રૂદ્રમાતા પુલ જર્જરિત થઇ ચૂક્યો છે. જેને લઇને ટ્રકો સહિત કચ્છના સરહદી વિસ્તાર ખાવડા અને કચ્છના પાટનગર ભૂજને જોડતા માર્ગ પરનો રૂદ્રમાતા પુલ જર્જરીત બનતા વહીવટી તંત્ર અને નેશનલ હાઇવે ઓથોરીટી દ્ધારા જાહેરનામું બહાર પાડી ભારે વાહનો માટે પુલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


આસપાસના ગામના સરપંચો માંગ કરી રહ્યા છે જો આ પુલ ઉપરથી નાના વાહનોને પસાર કરવા માટે પરવાનગી છે તો એસટી બસને પણ આ પુલ ઉપરથી પસાર કરવામાં આવે જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાંથી જે વિદ્યાર્થીઓ ભૂજ શહેરમાં કોલેજ અને સ્કૂલમાં જાય છે તેમનો સમય બચી શકે.