નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ક્રિકેટર ડ્વેન બ્રાવો અને બૉલિવૂડ એક્ટ્રેસ સની લિયોનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયામાં બ્રાવો સની લિયોન સાથે ફેમસ સોંગ ચેમ્પિયન સોન્ગ પર ડાન્સ કરતો નજર આવી રહ્યો છે.

આ વીડિયો બ્રાવોએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો અને એક શાનદાર કેપ્શન લખી સની લિયોનને ટેગ પણ કરી હતી. આ બંનેએ ફેન્સ સાથે સ્ટેજ પણ ઘણી મસ્તી પણ કરી હતી. આ વીડિયો ફેન્સે ઘણો જ પસંદ આવી રહ્યો છે અને લોકો તેના પર ઘણી બધી કમેન્ટ્સ પણ કરી રહ્યાં છે.

ડીજે બ્રાવો અને સની લિયોન હાલમાં જ સનબર્ન ફેસ્ટિવલમાં પહોંચ્યા હતા. તે દરમિયાન બન્નેએ ફેન્સ સાથે સ્ટેજ પર ખુબ મસ્તી કરી હતી. સાથે તક મળતાની સાથે જ સની અને બ્રાવોએ ચેમ્પિયન સોન્ગ પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.