વોશિંગ્ટનઃ હોલીવુડ અભિનેતા એડ્ડી હેસલ પોતાની પ્રેમિકા સાથે પ્રેમાલાપ કર્યા પછી તેના ઘરની બહાર નિકળ્યો ત્યારે જ એક હુમલાખોરે ગોળી મારીને તેની હત્યા કરી દેતાં ચકચાર મચી છે. શનિવાર રાત્રે ટેક્સાસના ગ્રાન્ડ પેરીમાં આ ઘટના બની હતી.

એડ્ડી હેસલ સફળ ફિલ્મ ‘ધ કિડ્સ આર ઓલ રાઇટ’ (The Kids Are All Right)માં અભિયન દ્વારા બહુ લોકપ્રિય થયો હતો. હૈસલ માત્ર 30 વર્ષનો હતો.

મળતી માહિતી અનુસાર ટેક્સાસના ગ્રાન્ડ પ્રેરીમાં પોતાની પ્રેમિકા સાથે મોડી રાત સુધી રોકાયા બાદ હેસલ તેના ઘરની બહાર નિકળ્યો ત્યારે હસલને પેટમાં ગોળી મારવામાં આવી હતી. આ ઘટના શનિવાર રાત્રે એક વાગ્યે બની હતી અને હુમલા વખતે તેની પ્રેમિકા તેના ઘરે હતી. જો કે તે હુમલાખોરને ઓળખી શકી નથી. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે પણ અત્યાર સુધી આ ઘટનામાં કોઇની પણ ધરપકડ થઇ નથી.

ટેક્સાસના રહેવાસી હસલે 2000થી 2010ની વચ્ચે ઘણી ફિલ્મોમા કામ કરેલું પણ ફિલ્મ ‘ધ કિડ્સ આર ઓલ રાઇટ’માં ભજવેલી કલૈની ભૂમિકા માટે તેને સૌથી વધારે લોકપ્રિયતા મળી હતી. હેસલ છેલ્લે 2017માં આવેલી ફિલ્મ ‘ઓહ લક્કી’માં નજરે પડ્યો હતો.