ગાંધીનગરઃ ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયા હાલ કોરોના મહામારી સામે લડી રહી છે. ત્યારે ગુજરાત અને દેશમાં અનલોકમાં સરકાર દ્વારા ધીમે ધીમે છૂટછાટ આપવામાં આવી રહી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી લગ્ન સમારંભોને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં લગ્ન સમારંભોમાં લોકોને કેટલા લોકોને હાજર રાખવા તેને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.


ગુજરાત સરકારે લીધેલા નિર્ણય પ્રમાણે, રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં ૧૦૦ને બદલે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ ૨૦૦ લોકોની છૂટ અપાશે. આ છૂટછાટમાં પણ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે. આ છૂટછાટનો અમલ આવતી કાલ 3 નવેમ્બરથી રાજ્યભરમાં થશે. બંધ હોલમાં આવા સમારંભના કિસ્સામાં હોલની કેપેસિટીના 50 ટકા સુધી જ છૂટ અપાશે.



રાજ્ય સરકારના આ નિર્ણયને લોકોને આવકાર્યો છે. અગાઉ લગ્નમાં 100 લોકોને હાજર રાખવાની છૂટ હતી. સરકારે આપેલી છૂટને ડેકોર્ટર્સ અને લગ્ન સમારંભ સાથે જોડાયેલા વ્યવસાયિકોએ સરકારનો આભાર માન્યો છે.