શિખર ધવનની દીકરીની પાર્ટીમાં ક્રિકેટર આવ્યો હોટ હીરોઈન સાથે, હીરોઈને શું કર્યો ખુલાસો?
જ્યારે લીશાને હાર્દિક વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે, હાર્દિક ખૂબ જ સારો માણસ છે. તે જમીન સાથે જોડાયેલો, શાંત અને પરફેક્ટ વ્યક્તિ છે અને હાર્દિક એક પરફેક્ટ ડેટિંગ મટિરિયલ છે તેમાં કોઈ શંકા નથી.
નવી દિલ્હીઃ બોલીવુડમાં કામ કરી ચૂકેલ એલી અવરામ થોડા સમય પહેલા કૃણાલ પંડ્યાના લગ્નમાં જોવા મળી હતી ત્યાર બાદ તેનું નામ હાર્દિક પંડ્યા સાથે જોડવામાં આવ્યું હતું. આ પહેલા હાર્દિક અને એલી શિખર ધવનની દીકરીની બર્થડે પાર્ટીમાં પણ એક સાથે જોવા મળ્યા હતા. પાર્ટીમાં દરેક હાર્દિક સાથે આ બોલીવુડ અભિનેત્રીને જોઈને હેરાન રહી ગયા હતા. એટલું જ નહીં અહેવાલ તો ત્યાં સુધી આવ્યા હતા કે બન્ને એક બીજાને ડેટ કરી રહ્યા છે. જોકે હવે આ અફવા પર ખુદ એલી અવરામે મૌન તોડ્યું છે.
જણાવી દઈએ કે, અગાઉ હાર્દિકનું નામ કોલકાતાની મોડલ લીશા શર્મા સાથે પણ જોડાઈ ચૂક્યું છે. ઘણી જાણીતી બ્રાન્ડ્ઝ માટે મોડલિંગ કરનારી લીશાને હાર્દિક ઘણા સમયથી જાણે છે અને વચ્ચે તેઓ એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાનું પણ સામે આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, હાર્દિક છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમનો મહત્વનો મેમ્બર બની ગયો છે. તે બોલિંગની સાથે સાથે ધારદાર બેટિંગથી પણ પ્રભાવ છોડી રહ્યો છે.
એલી અવરામે કહ્યું કે, મારે આ અંગે કોઈ સ્પષ્ટતા આપવાની જરૂર નથી. અફવાઓ પર વિશ્વાસ કરવો લોકોનું કામ છે. અગાઉ પણ મારા વિશે ઘણી બધી વાતો ઉછાળવામાં આવી હતી જેનો જવાબ દેવો મેં યોગ્ય માન્યું નહીં. તમારે આની આદત કેળવી લેવી પડશે.