સુનીર ખેતરપાલે ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. આ ફિલ્મનું દિગ્દર્શન જીતુ જોસેફે કર્યું છે. ફિલ્મના ટ્રેલરમાં ઇમરાન હાશ્મી અને રૂષિ કપૂર દમદાર પાત્રોમાં જોવા મળી શકે છે. આ ફિલ્મનાં ટ્રેલર પરથી લાગે છે કે ઇમરાન અને રૂષિ કપૂર પોત પોતાનાં પાત્રમાં સંપૂર્ણપણ રીતે ખોવાઈ ગયા છે.
આ ફિલ્મની એક એવી વાર્તા પર આધારિત છે કે જેમાં એક સ્ત્રીની લાશ લેબોરેટરીથી ગાયબ થઈ જાય છે અને કોઈને એ બાબતનો અંદાજો પણ નહી હોય કે લાશ કેવી રીતે ગાયબ થઈ ગઈ. જે સ્ત્રીની લાશ લેબ માંથી ગાયબ થઈ છે તેનાં પતિનો રોલ ઈમરાન કરે છે. લાશ ગાયબ થયા પછી તેની શોધખોળ કરવામાં આવે છે. ત્યાર પછી એક પછી એક નવા રાઝ ખુલતા નજરે પડે છે.