નવઘણ દાદાએ તેમના સપનામાં આવીને કહ્યું હતું કે, મારા ધર્મના રસ્તે ચાલીશ તો જ તને જીવાડીશ નહીતર તને મારી નાખીશ એવું કહ્યું હતું. પોતે જીવતા સમાધિ લેવાનું જાતે નક્કી કર્યું છે, જેના માટે પરિવારના કોઈ સભ્યોનો ત્રાસ કે દબાણ નથી તેવો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે. તેમજ તા. ૨૮-૧૧-૧૯ ને ગુરુવારના દિવસે જીવતા સમાધિ લેવા માંગતા હોવાનું પત્રમાં જણાવ્યું છે, જે અંગે પાંચ મિત્રોને પણ જણાવ્યું હોવાનું પત્રમાં તેમને જણાવ્યું છે.
મોરબીઃ પીપળીયાના આ વ્યક્તિએ જીવતા સમાધિ લેવાનો કર્યો દાવો, જાણો શું છે વિગત?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Nov 2019 09:30 AM (IST)
પીપળીયાના મુછડીયા કાંતિલાલ નામના વ્યક્તિએ જીવતા સમાધિ લેવાનો દાવો કર્યો છે. તેમણે નવઘણ દાદાએ સપનામાં આવીને જીવતા સમાધિ લેવાનું કહ્યું હોવાનો પણ દાવો કર્યો છે.
NEXT
PREV
મોરબીઃ પીપળીયા ગામના રહેવાસી મુછડીયા કાંતિલાલ અરજણભાઈએ જીવતા સમાધિ લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને તેઓ આગામી તારીખ ૨૮ના રોજ જીવતા સમાધી લેવાના હોવા અંગેનો પત્ર પણ તેમને લખ્યો છે. જીવતા સમાધિ લેવાનો દાવો કરનાર મુછડિયા કાંતિલાલ દ્વારા લખાયેલા પત્રમાં જણાવ્યું છે કે, જામદુધઈ (આમરણ) ગામે ૪૫૦ વર્ષ પૂર્વે નવઘણદાદા થઇ ગયા, જે હડકવા મટાડતા હોવાની માન્યતા છે.
નવઘણ દાદાએ તેમના સપનામાં આવીને કહ્યું હતું કે, મારા ધર્મના રસ્તે ચાલીશ તો જ તને જીવાડીશ નહીતર તને મારી નાખીશ એવું કહ્યું હતું. પોતે જીવતા સમાધિ લેવાનું જાતે નક્કી કર્યું છે, જેના માટે પરિવારના કોઈ સભ્યોનો ત્રાસ કે દબાણ નથી તેવો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે. તેમજ તા. ૨૮-૧૧-૧૯ ને ગુરુવારના દિવસે જીવતા સમાધિ લેવા માંગતા હોવાનું પત્રમાં જણાવ્યું છે, જે અંગે પાંચ મિત્રોને પણ જણાવ્યું હોવાનું પત્રમાં તેમને જણાવ્યું છે.
નવઘણ દાદાએ તેમના સપનામાં આવીને કહ્યું હતું કે, મારા ધર્મના રસ્તે ચાલીશ તો જ તને જીવાડીશ નહીતર તને મારી નાખીશ એવું કહ્યું હતું. પોતે જીવતા સમાધિ લેવાનું જાતે નક્કી કર્યું છે, જેના માટે પરિવારના કોઈ સભ્યોનો ત્રાસ કે દબાણ નથી તેવો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે. તેમજ તા. ૨૮-૧૧-૧૯ ને ગુરુવારના દિવસે જીવતા સમાધિ લેવા માંગતા હોવાનું પત્રમાં જણાવ્યું છે, જે અંગે પાંચ મિત્રોને પણ જણાવ્યું હોવાનું પત્રમાં તેમને જણાવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -