આ એક્ટરનો દીકરો કેન્સર સામે જીત્યો જંગ, 5 વર્ષ સુધી કર્યો હતો સંઘર્ષ
ઇમરાને બિલાલ સિદ્દીકીની સાથે 'ધ કિસ ઓફ લાઇફ, હાઉ અ સુપરહીરો એન્ડ માય સન ડિફીટેડ કેન્સર' નામની બૂક લખી છે. આ બૂકમાં તેને દીકરાનાં કેન્સરથઈ સંઘર્ષ વિશે વાત કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ફિલ્મ Why Cheat Indiaના રિલીઝના 3 દિવસ પહેલા ઇમરાન હાશમીએ પોતાના ફેન્સ સાથે એક ખુશખબર શેર કરી છે. ઇમરાને પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને કહ્યું કે, તેનો દીકરો લગભગ 5 વર્ષના સંઘર્ષ બાદ કેન્સર ફ્રી થઈ ગયો છે. ઇમરાનના દીકરાને વર્ષ 2014માં કેન્સર થયાનું જાણવા મળ્યું હતું. ત્યારે અયાન માત્ર 3 વર્ષનો હતો.
ઇમરાને અયાનની તસવીર શેર કરતા લખ્યુ છે કે, પાંચ વર્ષ બાદ અયાનને કેન્સર મુક્ત જાહેર કરવામાં આવ્યો છે. આ એક લાંબી સફર હતી. પ્રાર્થનાઓ અને કામના માટે આપ સૌનો આભાર. કેન્સર સામે લડી રહેલા તમામ લોકોને પ્રેમ અને દુઆઓ, આશા અને વિશ્વાસ રાખો, આફ આ જંગ જીતી શકો છો.'
- - - - - - - - - Advertisement - - - - - - - - -