ઇમરાન હાશ્મીની ફિલ્મ ‘ચીટ ઈન્ડિયાનું’ નામ બદલાયું, સેન્સર બોર્ડે ઉઠાવ્યો હતો વાંધો
એલિપ્સિસ એન્ટરટેનમેન્ટના તનુજ ગર્ગે ફિલ્મનું નવુ પોસ્ટર જાહેર કર્યું અને કેપ્શનમાં લખ્યું કે, મત પૂછિયેગા વાય! ઓહ ! વાય ચીટ ઇન્ડિયા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખની છે કે ફિલ્મનું નામ જ નહીં પણ આ પહેલા ફિલ્મની રિલીઝ તારીખમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ફિલ્મ પહેલા 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી પરંતુ તે દિવસે બે મોટી ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થવાની છે. બોક્સ ઓફિસ ક્લેશથી બચવા માટે ફિલ્મ હવે 18 જાન્યુઆરીએ રિલીઝ થશે.
ફિલ્મના નિર્માતાઓ ટી-સીરીઝ ફિલ્મ્સ અને ઇમરાન હાશ્મીની ફિલ્મ્સ તરફથી જારી એક નિવેદન અનુસાર, “સેન્સર બોર્ડે ‘ચીટ ઈન્ડિયા’ શીર્ષકને લઇને વાંધો ઉઠાવ્યો હતો. અમે ફિલ્મમાં પ્રસ્તાવિત પરિવર્તનના સંબંધમાં પરીક્ષણ તથા પુનરીક્ષણ સમિતિ સાથે વિસ્તૃત વાતચીત કરી. કારણ કે આ નામ સાથે ફિલ્મ એક વર્ષથી ચર્ચામાં છે અને તેનાથી પણ મહત્વપૂર્ણ વાત તેનું ટીઝર, ટ્રેલર અને ટેલીવિઝન પ્રોમો પહેલેથીજ મૂળ શીર્ષક સાથે પ્રમાણિત થઈ ચુક્યા છે.”
મુંબઈ: ઈમરાન હાશ્મીની આગામી ફિલ્મ ‘ચીટ ઈન્ડિયા’ને રિલીઝ થવા માત્ર એક સપ્તાહ બાકી છે ત્યારે તેના ટાઈટલ પર સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને(સીબીએફસી)ને વાંધો ઉઠાવતા નામ બદલવામાં આવ્યું છે. હવે આ ફિલ્મનું નામ બદલીને ‘વાય ચીટ ઈન્ડિયા’ રાખવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -