હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ પર કોણે કરી બે વનડે પ્રતિબંધની માંગ, શું છે મામલો, જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યાએ બીસીસીઆઇની નોટિસ બાદ માફી માગી હતી, આને લઇને એક ટ્વીટ પણ કર્યું હતું. કૉફી વિથ કરણ શૉમાં હાર્દિક પંડ્યાએ કેટલીય સવાલોના જવાબો આપ્યા જેમાં તેને કેટલીક અશ્લીલ કૉમેન્ટ કરી હતી. જ્યાર કરણ જોહરે તેને પુછ્યુ કે, ક્લબમાં શા માટે તુ મહિલાઓને તેમનુ નામ પુછતો નથી, તો હાર્દિકે કહ્યું કે, મને તેઓ કઇ રીતે આગળ વધે તે જોવુ અને તેનું અવલોકન કરવું ગમે છે. હું થોડો શ્યામ છું એટલે મારે તે જોવું પડે તે કેવી રીતે મુવ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ક્રિકેટર હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ તાજેતરમાં ખુબ ચર્ચામાં છે, ટીવી શૉ કૉફી વિથ કરણમાં આ બન્ને ક્રિકેટરો સામેલ થયા હતા, અહીં હાર્દિક પંડ્યાએ મહિલા પર અભદ્ર ટિપ્પણી કરી, જેને લઇને તે ટ્રૉલ થયો હતો. આ મામલે બીસીસીઆઇએ બન્નેને કારણ દર્શક નોટિસ પણ પાઠવી હતી.
‘કૉફી વિથ કરણ’માં હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પહોંચ્યા હતા. અહીં હાર્દિકે કહ્યું કે, “હું જ્યારે ક્લબ જઉં છું ત્યારે છોકરીનું નામ પણ નથી પુછતો. જે ટેક્સ્ટ મેસેજ કોઇ એક છોકરીને મોકલું છું એ જ બીજી છોકરીને પણ મોકલું છું.”
હવે મહિલાએ પરની અભદ્ર ટિપ્પણી મામલે વહીવટી કમિટીના ચીફ વિનોદ રાયે પણ પોતાનો મત રજૂ કર્યો છે. વિનોદ રાયે બોર્ડ સમક્ષ હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ પર બે વનડે મેચના પ્રતિબંધની માંગ કરી છે. જોકે, હાલ આ મામલો બીસીસીઆઇના લીગલ સેલ અને COA મેમ્બર ડાયના એડ્ડુલજી પાસે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -