મુંબઈ: સીરિયલ ‘અગ્નિફેરા’નાં તમામ કલાકાર હાલ સદમામાં છે. સીરિયલના કલાકારોને હજુ વિશ્વાસ નથી થતો કે તેમની વચ્ચે સૌથી નાનો કલાકાર આ દુનિયામાં રહ્યો નથી. ‘અગ્નિફેરા’ની અભિનેત્રી સુરભિ તિવારીએ જણાવ્યું હતું કે, શિવલેખનાં મોતનાં ખબરની સુચના તેના માતા-પિતાને હજુ આપવામાં આવી નથી.

સુરભિ તિવારીએ કહ્યું હતું કે, જ્યારે મને ખબર પડી ત્યારે ખુબ દુખ થયું હતું. હું એની માસીનાં સંપર્કમાં છું. તેનો આખો પરિવાર ભાંગી પડ્યો છે. હું એના દર્દને મહેસુસ કરી શકું છું. હું આપને જણાવી નથી શકતી કે, એનો પરિવાર અત્યારે કઈ હાલતમાં છે.

સુરભિ તિવારી આગળ કહે છે કે, શિવલેખની માતા મારી સારા મિત્ર છે. તેનાં માતા-પિતાની હંમેશાથી એવી ઈચ્છા હતી કે, મારો પુત્ર એક સારો એક્ટર બને. માતા-પિતા બંન્ને હજુ આઈસીયુમાં છે અને તેમને જાણ કરવામાં પણ આવી નથી કે શિવલેખ હવે આ દુનિયામાં નથી.

ઉલ્લેખનીય છે કે શિવલેખનું ગુરૂવારે એક અકસ્માતમાં તેનું મોત નિપજ્યું હતું. શિવલેખ ‘બાલવીર’, ‘સંકટમોચન હનુમાન’ અને સસુરાલ સિમર કા’ જેવી ટીવી સીરિયલમાં તે પોતાના રોલ માટે જાણીતો છે.