નવી દિલ્હીઃ મજા કરવા માટે ટચ કરતા હતા અને બધાની સામે બિકીની પહેરવા કહેતા હતા. જાણીતી એક્ટ્રે સમેક્ષા સિંહાની આ વાત માયાનગરીની કાળી બાજુને ઉજાગર કરે છે. સમેક્ષા સિંહ વિતેલા 15 વર્ષથી તમિલ, તેલુગુ, કન્ન્ડ, પંજાબી અને હિન્દી ભાષાની ફિલ્મો અને ટીવી સીરિયલમાં સક્રિય છે. એક અખબારને આપેલ ઇન્ટરવ્યૂમાં આ એક્ટ્રેસે ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલ ભયાનક સત્ય ઉજાગર કર્યું છે.


સમેક્ષા સિંહ જણાવે કે આટલા વર્ષો ઈન્ડસ્ટ્રીમાં પસાર કર્યા પછી તેને ફિલ્મમાં યાદગાર ભૂમિકા કરવા માટે ઉત્સુક છે. એક્ટ્રેસે જણાવ્યું કે સાઉથ અને નોર્થ ઈન્ડસ્ટ્રીમાં અલગ અલગ માઈન્ડસેટ વાળા લોકો રહે છે. ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં લોકો છોકરીઓને અલગ રીતે જોવે છે. તેણે ઈન્ટરવ્યૂમાં એ વાતનો પણ ખુલાસો કર્યો કે, એક રોમાન્ટિક સીન કરતી વખતે મને સંકોચ થતો હતો. તે પછી સમજાવવા માટે નિર્દેશક મારી પાસે આવ્યો અને સમજાવવાના બહાને મારી પાસે આવીને ખોટી રીતે ટચ કરવા લાગ્યો.

સમેક્ષાએ કહ્યું કે, સીન બરાબર શૂટ થયો હોવા છતાં વારંવાર તેને ફરી શૂટ કરવામાં આવતો. તાજેતરમાં જ સમેક્ષાની ફિલ્મ પ્રણામ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં સમેક્ષાની સામે રાજીવ ખંડેલવાલ છે. આ ફિલ્મ બોક્સઓફિસ પર સારું પ્રર્દેશન કરી રહી છે.