ટ્વિટર પર એક યુવકે સોનૂ સૂદને કહ્યું, 'ભૈયા એક બાર ગર્લફ્રેન્ડ સે હી મિલવા દિજીયે, બિહાર હી જાના હે...' અભિનેતા સોનૂ સૂદે રોચક અંદાજમાં જવાબ આપતા કહ્યું, 'થોડે દિન દૂર રહ કે દેખ લે ભાઈ, સચ્ચે પ્યાર કી પરીક્ષા ભી હો જાએગી.' સોનૂ સૂદનો આ જવાબ તેના ફેન્સને પસંદ આવ્યો હતો.
નોંધનીય છે કે બૉલીવુડ એક્ટર સોનુ સૂદ પોતાના ખર્ચેથી ગાડીઓ બુક કરાવીને પ્રવાસી મજૂરોને પોતાના વતનમાં મોકલી રહ્યો છે. અત્યાર સુધી સોનુ સૂદ હજારોની સંખ્યામાં પ્રવાસી મજૂરોને પોતાનો ઘરે મોકલી ચૂક્યો છે.