ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે અમરેલી જિલ્લામાં કોરાનાનો 7મો પોઝિટિવ કેસ નોંધાયો છે. થોડા દિવસો પહેલા અમરેલીમાં એક પણ કેસ નહતો જોકે એક શહેરમાંથી બીજા શહેરોમા અવર-જવર શરૂ થતાં અમેરીલમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ હતી. અમરેલીમાં હાલ 7 કેસ નોંધાયેલા છે.
અમરેલી જિલ્લામાં કોરોનાનો 7મો પોઝિટિવ કેસ નોંધાયો છે. કુંકાવાવ તાલુકાના દેવ ગામે આધેડ મુંબઈના બોરીવલીથી પોતાના વતને આવ્યો હતો તે આધેડને કોરોના પોઝિટિવ આવ્યો. મુંબઈના બોરીવલીથી આવેલા 44 વર્ષીય આધેડને કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. 23 મેના રોજ ટ્રેનમાં આવેલા મુસાફરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 23 તારીખે ફેસેલીટી હોમ સેન્ટરથી સીધો જ હોસ્પિટલ ખસેડાયો હતો.
અમરેલી જિલ્લામાં કોરોનાના 6 પોઝિટિવ કેસ નોંધાયેલા છે જે હાલ તમામ કેસ એક્ટિવ છે.
અમરેલી જિલ્લામાં 7મો પોઝિટિવ કેસ નોંધાયો, મુંબઈથી આવેલા આધેડનો આવ્યો પોઝિટિવ રિપોર્ટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 May 2020 01:14 PM (IST)
અમરેલી જિલ્લામાં કોરોનાનો 7મો પોઝિટિવ કેસ નોંધાયો છે. કુંકાવાવ તાલુકાના દેવ ગામે આધેડ મુંબઈના બોરીવલીથી પોતાના વતને આવ્યો હતો તે આધેડને કોરોના પોઝિટિવ આવ્યો
- - - - - - - - - Advertisement - - - - - - - - -