વિજય ગુપ્તા નામક એક યુઝરે ટ્વિટ કરીને લખ્યું "મહારાષ્ટ્રમાં જ્યાં સુધી કોઈ રસ્તો નથી નીકળતો ત્યાં સુધી અનિલ કપૂરને મુખ્યમંત્રી બનાવીને જોઈ લઈએ. પડદા પર તો તેમના એક દિવસનો કાર્યકાળ આખા દેશે જોયો છે અને વખાણ્યો પણ છે. દેવેન્દ્ર ફડણવીસ અને આદિત્ય ઠાકરે શું વિચારી રહ્યા છે?"આ ટ્વિટ થોડાક જ સમયમાં વાયરલ થઇ ગયો અને અનિલ કપૂરે પણ તેના પર પોતાનો પ્રતિભાવ આપ્યો.
અનિલ કપૂરે જવાબ આપ્યો કે, હું નાયક જ બરાબર છું. સોશિયલ મીડિયા પર અનિલ કપૂરના સેન્સ ઓફ હ્યુમરના વખાણ કરવામાં આવી રહ્યા છે.
અનિલ કપૂરની આ ટ્વીટ પર લોકોએ પણ મજા લીધી છે અને કેટલાકને તેમની આ વાત પસંદ પણ આવી છે. ફિલ્મ ‘નાયક’માં અનિલ કપૂર સિવાય રાણી મુખર્જી, અમરીશ પુરી અને પરેશ રાવલ લીડ રોલમાં હતી. ફિલ્મમાં અનિલ કપૂરે એક ટીવી જર્નાલિસ્ટની ભૂમિકા ભજવી હતી.