તાજેતરમાં એક તસવીર વાયરલ થઇ રહી છે, જેમાં જ્હાન્વી કપૂર રસ્તાંઓ પર ફરી રહી છે, જ્હાન્વીએ આ દરમિયાન સફેદ સ્નીકર્સ, કાળી સ્લિંગ બેગ અને એક બૉડી કલરનો પેન્સિલ ડ્રેસ પહેરેલો છે.
જ્હાન્વીએ ખુબ ઓછો મેકઅપ કર્યો છે, અને તેના વાળને ખભા પર પાથર્યા છે, જ્હાન્વીના આ ડ્રેસને લઇને કેટલાક ફેન્સ ભડક્યા, તેને જ્હાન્વીને બૉલીવુડની કિમ કર્દાશિયન ગણાવી દીધી. વળી કેટલાક લોકો આ ડ્રેસની પ્રસંશા પણ કરી રહ્યાં છે.
નોંધનીય છે કે, જ્હાન્વી કપૂર ફિલ્મ ધડકથી લાઇમ લાઇટમાં આવી હતી. જ્હાન્વી દિવંગત એક્ટ્રેસ શ્રીદેવી અને બૉની કપૂરની દીકરી છે.