કોરિયોગ્રાફર ફરાહ ખાનનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ફરાહ ખાન કેરી ખરીદતી જોવા મળી રહી છે. જો કે આ વીડિયોના કારણે અનેક સવાલ અને વિવાદ સર્જાયો છે, શું છે વિવાદ  જણીએ..


કોરિયોગ્રાફર ફરાહ ખાનનો વીડિયો સામે આવ્યા બાદ ફરાહ ખાન પર સતત નિશાન સાધવામાં આવી રહ્યું છે. ફરાહ ખાન મેંગો ખરીદી રહી છે. તે માસ્ક ઉતારીને મેંગો સૂંઘે છે ત્યારબાદ મેંગોને ખરીદ્યા વિના જ મૂકે દે છે. કોરોનાની મહામારીમાં ફરાહ ખાનનું આ બેજવાબદારી ભર્યુ વર્તન વીડિયો દ્વારા સામે આવ્યું છે. વીડિયો દ્વારા આવું વર્તન સામે આવતા લોકો જુદી જુદી કમેન્ટ કરી રહ્યાં છે. મહામારીમાં ફરાહખાનના આવા વર્તનને લોકો બેજવાબદારી ભર્યું ગણાવી રહ્યાં છે.


ફરાહખાનનો આ વીડિયો જોયા બાદ તે ટ્રોલ થઇ છે. એક યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘માસ્ક ઉતારીને કેરી કોણ સૂંઘે છે એ પણ કોરોના ટાઇમમાં અને મહારાષ્ટ્રમાં! બીજા યુઝરે લખ્યું કે, ‘ ફ્રૂટવાળો પણ ખૂબ બેદરકારી વર્તી રહ્યો છે. તેમણે પણ નાકને અડકાવેલું ફળ અન્ય ફળો સાથે રાખ્યું અને હાથથી એ જ ફળને ટચ કર્યાં બાદ અન્ય ફળને પણ અડક્યાં ફ્રૂટવાળોએ પણ હેન્ડ વોશ કર્યાં. આવી અનેક કમેન્ટ યુઝર્સ આ વીડિયો પર કરી રહ્યાં છે. 



ઉલ્લેખનિય છે કે, મહારાષ્ટ્રમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. મહારાષ્ટ્ર સહિત દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ ખતરનાક રીતે વધી રહ્યું છે. આ દરમિયાન મહારાષ્ટ્રના વધુ એક જિલ્લામાં લોકડાઉન નાંખવાની જાહેરાત કરવામાં આવી છે.


ન્યૂઝ એજન્સી એએનઆઈની ટ્વીટ મુજબ, મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં 26 માર્ચથી 4 એપ્રિલ સુધી લોકડાઉન લાદવામાં આવશે. મહારાષ્ટ્રમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 2,31,942 છે. જ્યારે 22,47,495 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી કુલ 53,589 લોકોના મોત થયા છે.


132 દિવસ બાદ રેકોર્ડ પ્રથમ વખત 47 હજારથી વધારે કોરોના કેસ આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 47 હજારથી વધુ કેસ નોધાયા હતા અને 275 લોકોના જીવ ગયા હતા. જોકે 23,907 લોકો કોરોનાથી ઠીક થયા છે. આ પહેલા 11 નવેમ્બર 2020ના રોજ 47,905 કોરોના કેસ નોંધાયા હતા.  એક સમયે દેશમાં કોરોના કેસની સંખ્યા ઘટવા લાગી હતી. આ પહેલા 1 ફેબ્રુઆરીએ 8,635 નવા કોરોના કેસ નોંધાયા હતા. એક દિવસમાં કોરોના મામલાની ચાલુ વર્ષે આ સોથી ઓછી સંખ્યા છે.