મુંબઈ: થાણે કોર્ટે મનસુખ હિરેન હત્યાકાંડની તપાસ રોકવા આદેશ આપ્યા છે. NIAએ કોર્ટમાં એપ્લીકેશન આપી હતી કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઓર્ડર બાદ પણ અત્યાર સુધી ATSએ NIAને આ કેસ સંબંધિત દસ્તાવેજ આપ્યા નથી. જેના બાદ આજે થાણે કોર્ટે આ આદેશ આપ્યો હતો. કોર્ટે મહારાષ્ટ્ર એટીએસને કહ્યું કે, તાત્કાલિક તમામ દસ્તાવેજ NIAને સોંપવામાં આવે.
ગૃહમંત્રાલયે 20 માર્ચે આદેશ આપ્યો હતો કે મનસુખ હિરેન હત્યા કેસની તપાસ એનઆઈએને સોંપવામાં આવે. તેના બાદ પણ જરૂરી દસ્તાવેજ એટીએસ એનઆઈએને આપી નથી રહી. એનઆઇએનો આક્ષેપ પણ સામે આવ્યો હતો કે એટીએસ સહકાર આપી રહી નથી.
આ કેસમાં અત્યાર સુધી શું થયું ?
મહારાષ્ટ્ર ATS આ મામલે અત્યાર સુધી તપાસ કરી રહી હતી. આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. એક સસ્પેન્ડેડ પોલીસકર્મી વિનાયક શિંદે અને એક બુકી નરેધ ધારેની હાલમાં જ એ એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ બન્નેની 20 માર્ચ સુધી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને બાદમાં એટીએેસના કાર્યાલયમાં જ તેની ધરપકડ કરવામાં આવી હતી.
શું છે મામલો
મુકેશ અંબાણીના ઘરની બહાર મળી આવેલી વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનની શંકાસ્પદ હાલમાં મોત થયું હતું અને તેનો શબ થાણેમાંથી મળી આવ્યો હતો. NIA મુંબઈમાં મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયાની બહાર 20 જિલેટિન સ્ટીક ભરેલી અને ધમકી ભર્યો પત્ર સાથે મળી આવેલી એસયૂવીની તપાસ કરી રહી છે. આ ઘટના 25 ફેબ્રુઆરીની છે.
મનસુખ હિરેન હત્યા કેસમાં ગુજરાત કનેક્શન, અમદાવાદથી સિમકાર્ડ ખરીદ્યા હોવાનો ખુલાસો, જાણો વધુ વિગતો