ડેટા લીક થવાના ડરે આ બોલિવૂડ એક્ટરે ડિલીટ કર્યું Facebook એકાઉન્ટ
જણાવી દઈએ કે, ફેસબુક અને કેમ્બ્રિજ એનાલિટિકા કાંડ બાદ #DeleteFacebook ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યું છે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ અનુસાર, ફેસબુક દ્વારા યૂઝરનો તમામ ડેટા સ્ટોર કરી તમામ પ્રાઈવેટ ઈન્ફોર્મેશન લીક કરવામાં આવી રહી છે. આમાં, યૂઝર્સના ઈનકમિંગ અને આઉટગોઈન કોલ્સના તમામ લૉગ્સ સ્ટોર અને SMS ડેટા પણ સ્ટોર કરવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફરહાને ટ્વીટ દ્વારા ફેસબુક એકાઉન્ટ ડિલીટ કર્યું હોવાની જાણકારી આપી. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું કે, ‘તમને બધાને જણાવવા માગું છું કે, મેં કાયમ માટે ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરી દીધું છે. પરંતુ ફરહાન અખ્તર લાઈવ પેજ હજુ પણ એક્વિટ છે.’
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તરે ફેસબુક એકાઉન્ટ ડિલીટ કર્યું છે. તેનું કારણ ફેસબુક સાઈટમાં પ્રાઈવેસીને લઈને ચાલીરહેલ વિવાદ ગણાવવામાં આવી ર્યું છે. #DeleteFacebook નામથી આખી દુનિયામાં એક મુવમેન્ટ ચાલી રહી છે. આ કેમ્પેઈનમાં બોલિવૂડ સ્ટાર્સ પણ જોડાવા લાગ્યા છે. આ મુવમેન્ટ શરૂ થવા પાછળનું કારણ છે કે, ફેસબુક પોતાના યૂઝર્સની માહિતી અન્ય કંપનીઓને વેચી રહી હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -