દાઉદ ઈબ્રાહિમના રોલમાં જોવા મળશે ફરહાન અખ્તર
abpasmita.in
Updated at:
17 Nov 2016 05:53 PM (IST)
NEXT
PREV
મુંબઈ: અર્જુન રામપાલ અને ફરહાન અખતરની જોડી ફરિવાર સાથે જોવા મળશે. બંનેને હાલમાં જ ફિલ્મીસિતાનમાં સાથે જોવા મળ્યા હતા. અર્જુનના હોમ પ્રોડક્શનમાં બની રહેલી ફિલ્મની સ્ટોરી અરૂણ ગવળી અને દાઉદ ઈબ્રાહિમ પર આધારિત છે. અરૂણ ગવળી અને દાઉદ બંને એકબીજાના પ્રતિસ્પર્ધી છે. દાઉદના રોલ માટે અર્જુન રામપાલે પોતાના નજીકના મિત્ર ફરહાન ખાનને પસંદ કર્યો છે. ફરહાન દાઉદ ઈબ્રાહિમના રોલમાં જોવા મળશે. અર્જુન રામપાલે ઓક્ટોબરમાં શુંટિગની જાણકારી આપી હતી. ફરહાને જૂલાઈમાં ખાર બંગલામાં ફિલ્મની શુંટિગ કરી હતી, પરંતુ દાઉદનો સ્ક્રીન પરનો સમય વધી જતા ફરિવાર બુધવારે શુંટિગ કરવામાં આવ્યું હતું. પ્રથમ વખત ફરહાન દાઉદના રોલમાં પોલીસ્ટર શર્ટમાં 70 ના દશકના લૂકમાં જોવા મળ્યો હતો. ફરહાને શુંટિગ પૂર્ણ થતા પોતાના કો-સ્ટાર અને કરિબી મિત્રને ગળે લગાવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -