નવી દિલ્લી: નોટબંધીની વિરૂધ્ધમાં ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાએ વિપક્ષનો સાથ આપતા એત દિવસ બાદ ગુરૂવારે ગૃહમંત્રી રાજનાથ સિંહે પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે શિવસેનાનો વિપક્ષને સાથ આપતા ભાજપાએ નારાજગી વ્યક્ત કરી છે. ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર કરેલી 10 મિનીટની વાતચીતમાં રાજનાથ સિંહે કહ્યું કે સરકારમાં સહયોગી હોવાછતાં વિપક્ષનો સાથ આપતા ખરાબ સંકેત જઈ રહ્યા છે. શિવસેનાએ બુધવારે તૃણમુલ કૉંગ્રેસના પ્રમુક મમતા બેનરજીના નેતૃત્વમાં રાષ્ટ્રપતિ ભવન સુધી નિકળેલી રેલીમાં આમ આદમી પાર્ટી અને નેશનલ કોફ્રેંસની સાથે ભાગ લીધો હતો.

આ દળોએ 1000 અને 500 ની નોટનું ચલણ દૂર કરવામાં આવતા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના એલાનની વિરૂધ્ધમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી સમક્ષ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ દળોએ સરકારના આ નિર્ણયથી આમ જનતાને પડતી મુશ્કેલીઓ પર ચીંતા વ્યક્ત કરી હતી.

શિવસેના ભાજપાની સહયોગી પાર્ટી છે કેંદ્રમાં મોદી સરકાર અને મહારાષ્ટમાં ભાજપા સરકારની સહયોગી પાર્ટી છે. રેલીમાં જોડાયેલા અન્ય દળો નોટબંધીનો કાયદો પાછો લેવાની માંગ કરી છે જ્યારે શિવસેના આ નિર્ણયનું સ્વાગત કરતા જૂની નોટ બદલવાના સમયમાં વધારો કરવાની માંગ કરી રહ્યું છે. શિવસેનાના ગજાનન કીર્તીકરએ કહ્યું કે અમે નોટબંધીના વિરૂધ્ધામાં નથી પરંતું લોકોને પડી રહેલી અસુવિધાની વિરૂધ્ધમાં છીએ. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને આપેલી અરજીમા અમે હસ્તાક્ષર નથી કર્યા.