સની લિયોની બાદ આ એક્ટ્રેસનું પોસ્ટર લાગ્યું ખેતરમાં, જાણો ખેડૂતે શું કહ્યું
ખેડૂતનું કહેવું છે કે, તેનું ખેતર મેઇન રોડ પર છે. આસપાસથી પસાર થતુ કોઇપણ વ્યક્તિ તેમનાં ખેતર પર નજર નાખતું. લોકો કહેતા કે તેને કારણે મારા ખેતરને ખરાબ નજર લાગતી હતી અને પાકમાં નુક્શાન થઇ રહ્યું છે. ખેડૂતે કહ્યું કે, હવે અહીંથી પસાર થતું કોઇપણ કાજલની તસવીર જોશે અને તેની નજર મારા ખેતર પર અટકશે નહીં. જે લોકોને મારા આઇડિયાથી હસવું આવતુ હશે તે પણ તેનું પોસ્ટર જ જોશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલાં આંધ્રપ્રદેશનાં નેલ્લોર જીલ્લાનાં ખેડૂત એ ચેંચૂ રેડ્ડીએ તેનાં પાકને નષ્ટ થવાથી બચાવવા માટે સની લિયોનાં બે પોસ્ટર તેમનાં ખેતરમાં લગાવ્યા હતાં.
તેલંગણાની રાજધાની હૈદરાબાદથી 120 કિલોમીટર દૂર સંગારેડ્ડી જિલ્લાનાં ગોલાપલ્લી ગામમાં રહેનારા અનવરની પસંદીદા એક્ટ્રેસ કાજલ અગ્રવાલ છે. અનવરે કહ્યું કે, 'થોડા દિવસ પહેલા મે ખેતરમાં કાજલ અગ્રવાલનાં બે કટઆઉટ લગાવ્યા હતાં. પહેલાં અને અત્યારની પરિસ્થિતિમાં અંતર હું સ્પષ્ટ જોઇ શકુ છું. પહેલા પાંદડા સુકાઇ જતા હતાં અને જેનાંથી મને ખુબ નુક્શાન થતુ હતું. હવે એવું નથી.'
નવી દિલ્હી: તેલંગણામાં એક ખેડૂતે એક્ટ્રેસ કાજલ અગ્રવાલની તસવીર તેનાં બે એકર ખેતરમાં લગાવી છે. અને તેમનું કહેવું છે કે તેનાંથી ફાયદો પણ થયો છે. 30 વર્ષનાં ખેડૂત અનવરે શાકભાજીનાં ખેતરમાં કાજલનાં બે કટઆઉટ પોસ્ટર લગાવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -