અક્ષય કુમારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર PUBGના બદલે ઉતારવામાં આવેલ FAU-G ગેમ રજૂ કરી છે. અક્ષય કુમારની આ પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે.
અક્ષય કુમારે ટ્વિટ કર્યું, 'પીએમ નરેંદ્ર મોદીના આત્મનિર્ભર ભારત અભિયાનને સમર્થન કરતા એક્શન ગેમ FAU-G રજૂ કરતા ખૂબ જ ખુશી થઈ રહી છે. મનોરંજનની સાથે પ્લેયર્સ તેના માધ્યમથી સૈનિકોના બલિદાન વિશે પણ જાણી શકશે. આ ગેમમાંથી થનારી કમાણીના 20 ટકા ‘ભારત કે વીર ટ્રસ્ટ’ ને દાન કરવામાં આવશે.'
સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે ઘણી ચીની મોબાઈલ એપ્સને બેન કરી છે. PUBG સહિત 118 ચીની મોબાઈલ એપ્સને બેન કરવામાં આવી છે. સરકારે આ પહેલા પણ 59 એપ્સ પર પ્રતિબંધ મુકી દિધો હતો.