આ ફિલ્મના સેટ પર ડાન્સરની થઈ છેડતી, અક્ષય કુમારના કહેવા પર મહિલાએ નોંધાવી FIR
મહિલાએ જણાવ્યું કે, સેટ પર થયેલ છેડતીના સમયે અક્ષય કુમાર અને રિતેશ દેશમુખ સેટ પર હાજર હતા. ખુદ અક્ષયે જ મહિલાને કહ્યું કે, આ મામલે પોલિસમાં ફરિયાદ નોંધાવે. કહેવાય છે કે, આ સમગ્ર ઘટના બે ગ્રુપ વચ્ચે ચાલી રહેલ વિવાદના કારણે થઈ છે. આરોપી લોકો કોઈ શેટ્ટી ગ્રુપના સભ્ય છે. જણાવીએ કે, આ ઘટના બાદ હાલમાં ફિલ્મનું શૂટિંગ રોકવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજૂનિયર મહિલા ડાન્સરે આરોપ લગાવ્યો છે કે, પોતાના એક સાથી સાથે ફિલ્મના સેટ પર બેઠી હતી. મહિલાએ કહ્યું કે, ત્યારે પવન શેટ્ટી અને સાગર નામના એક વ્યક્તિની સાથે 4 લોકો ત્યાં આવ્યા. તે મારી સાથે જબરદસ્તી કરવા લાગ્યા. સાથે જ તેમણે મને ધમકી પણ આપી. જ્યારે મેં તેમને રોકવાનો પ્રયત્ન કર્યો તો મારી સાથે ધક્કા મુક્કી કરી અને મને ખોટી રીતે ટચ કરવા લાગ્યા. મેં આરીપોઓ વિરૂદ્ધ છેડતીનો કેસ નોંધાવ્યો છે. હું ઈચ્છું છું કે આરીપોને ઝડપથી સજા થાય.
નવી દિલ્હીઃ અક્ષય કુમારની ફિલ્મ હાઉસફુલ 4 ફરી એક વખત ચર્ચામાં છે. મુંબઈના ચિત્રકુટ સ્ટૂડિયોમાં એક મહિલા ડાન્સરે ફિલ્મના સેટ પર છેડતી અને ગેરવર્તણુકનો આરોપ લગાવ્યો છે. મહિલાએ આ મામલો પોલિસમાં ફરિયાદ કરી છે અને આરોપીઓને સજા આપવાની માગ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -