મુંબઈઃ ભારતના 1983ના વર્લ્ડકપ વિજય પર આધારિત રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની '83' 24 ડિસેમ્બર ને શુક્રવારે રિલીઝ થઈ છે. ફિલ્મને ક્રિટિક્સ તરફથી સારો રિસ્પોન્સ મળ્યો છે પણ પહેલા બે દિવસમાં બમ્પર કલેક્શન મેળવવામાં ફિલ્મ નિષ્ફળ રહી છે.  ફિલ્મે રિલીઝના પહેલા દિવસે એટલે કે ઓપનિંગ-ડે પર લગભગ 12 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. , '83' ફર્સ્ટ ડે કલેક્શનની બાબતમાં અક્ષય કુમારની 'સૂર્યવંશી', 'પુષ્પા', અને 'સ્પાઈડર મેન નો વે હોમ'થી પાછળ છે. આ ફિલ્મે બીજા દિવસે 16 કરોડનું કલેક્શ મેળવીને બે દિવસમાં 28 કરોડ રૂપિયાનો વકરો કર્યો છે.


બોક્સ ઓફિસ ઈન્ડિયાના અનુસાર, '83'એ પહેલા દિવસે લગભગ 12 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન મેળવ્યું હતું. તેની સામે અક્ષય કુમનાર અભિનીત રોહિત શેટ્ટીની 'સૂર્યવંશી'એ પહેલા દિવસે 26.29 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. અલ્લુ અર્જુનની 'પુષ્પા'એ પહેલા દિવસે રૂપિયા  52 કરોડ અને 'સ્પાઈડર મેન નો વે હોમ'એ 32 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. '83'નું બજેટ અને પ્રમોશન જોતાં આ ફિલ્મનું શરૂઆતનું કલેક્શન નિરાશાજનક છે. આ ફિલ્મને મુંબઈ, દિલ્હી-એનસીઆર, કોલકાતા અને બેંગલુરુમાં સારી શરૂઆત મળી છે.  નાના શહેરોમાં બીજા દિવસે કલેક્શનમાં 30 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.


કબીર ખાનના ડાયરેક્શનમાં બનેલી '83'માં રણવીર સિંહ અને દીપિકા પદુકોણે ઉપરાંત પંકજ ત્રિપાઠી પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ 1983માં ભારતીય ક્રિકેટ ટીમની વર્લ્ડ કપની જીત પર આધારિત છે. કપિલ દેવે દેશને પહેલી વખત વર્લ્ડ કપ અપાવ્યો હતો તેની વાત આ ફિલ્મમાં કરાઈ છે.


રણવીર સિંહ ફિલ્મમાં કપિલની ભૂમિકામાં છે. ફિલ્મમાં દીપિકા પદુકોએએ કપિલ દેવની પત્ની રોમી ભાટિયાની ભૂમિકા નિભાવી છે. તાહિર રાજ ભસીન, જીવા, સાકિબ સલીમ, જતિન સરના, ચિરાગ પાટિલ, દિનકર શર્મા, નિશાંત દહિયા, સાહિલ ખટ્ટર, અમ્મી વિર્ક, આદિનાથ કોઠારે, ધૈર્ય કરવા, આર બદ્રી પણ મુખ્ય ભૂમિકામાં છે.