મુંબઈઃ બોલિવૂડને કોરોના કાળમાં વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ફિલ્મ ‘દ્રશ્યમ’ના ડાયરેક્ટર નિશિકાંત કામનું નિધન થયું છે. જિંદગી અને મોત વચ્ચે એક લાંબો જંગ લડ્યા બાદ આજે સાંજે 4.24 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 50 વર્ષના હતા. તેઓ છેલ્લા બે વર્ષથી લીવરની બીમારીથી પીડાતા હતા તેમ હૈદરાબાદની AIG હોસ્પિટલે જણાવ્યું છે.
નિશિકાંતના નિધન પર રિતેશ દેશમુખે ટ્વીટ કર્યું હતું. રિતેશે તેના ટ્વીટર હેન્ડલ પરથી નિશિકાંત સાથેનો ફોટો શેર કરીને લખ્યું, હું તમને ખૂબ મિસ કરીશ મારા મિત્ર નિશિકાંત કામત. ભગવાન તમારા આત્માને શાંતિ આપે.
નિશિકાંત અનેક બોલિવૂડ ફિલ્મોનું ડાયરેક્શન કરી ચુક્યા છે. જેમાં અજય દેવગન-તબ્બૂની દ્રશ્યમ, ઈરફાન ખાનની મદારી, મુંબઈ મેરી જાન સામેલ છે. નિશિકાંત કેટલીક ફિલ્મોમાં એક્ટિંગ પર પણ હાથ અજમાવ્યો હતો. ફિલમ રોકી હેન્ડસમમાં નેગેટિવ રોલમાં નજરે પડ્યા હતા. આ ઉપરાંત ઘણી મરાઠી ફિલ્મોમાં પણ તેણે રોલ કર્યો છે.
મરાઠી ફિલ્મ ડોંબિવલી ફાસ્ટથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનારા કામતે 2008માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને મુંબઈ બોંબ વિસ્ફોટ પર આધારિત ફિલ્મ મુંબઈ મેરી જાન બનાવી હતી.
સુરૈશ રૈનાએ કર્યો મોટો ખુલાસો, કહ્યું- આ કારણે મેં અને ધોનીએ સાથે નિવૃત્તિની કરી જાહેરાત, જાણો વિગત
દેશના આ મોટા રાજ્યએ 6 સપ્ટેમ્બર સુધી લંબાવ્યું લોકડાઉન, જાણો શું ખુલ્લુ રહેશે અને શું બંધ