ફિલ્મ ‘જુડવા-2’ની સાત દિવસમાં બોક્સ ઓફિસ પર ધમાલ, જાણો કેટલી કરી કમાણી
અત્યાર સુધી શાહરુખ ખાનની ‘રઈસ’, રિતિકની કાબિલ, આલિયા ભટ્ટની બદ્રીનાથ કી દુલ્હનિયા અને અક્ષયની જોલી એલએલબી-2 આ વર્ષે 100 કરોડના ક્લબમાં પહોંચી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘર આંગણે બોક્સ ઓફિસ પર આ ફિલ્મ કુલ 3500 સ્ક્રિન પર રિલીઝ થઈ છે. આ ફિલ્મના સમીક્ષકોએ પણ આ ફિલ્મના વખાણ કર્યા છે. ફિલ્મને રેટિંગ પણ સારી મળી છે.
આ ફિલ્મે પહેલા દિવસે 16.10 કરોડની કમાણી કરી હતી. અત્યાર સુધી સાત દિવસની કમાણી સાથે 102 કરોડની કમાણી કરી ચુકી છે.
જુડવા-2 1997માં આવેલી સલમાન ખાનની ફિલ્મ જુડવાની રીમેક છે. ફિલ્મને વરુણ ધવનના પિતા ડેવિડ ધવને નિર્દેશિત કરી છે. ફિલ્મમાં વરુણ ધવન ડબલ રોલમાં છે. અને તેની સાથે જેકલીન ફર્નાડિસ અને તાપસી પન્નું મુખ્ય ભૂમિકામાં છે.
બોક્સ ઓફિસ પર ફિલ્મ ‘જુડવા-2’ કમાણીના મામલે 100 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. આ ફિલ્મ અત્યાર સુધી 102 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મે આ આંકડો એક અઠવાડિયામા જ મેળવી લીધો છે. અને 100 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે.
જણાવી દઈએ કે, જુડવા-2 આ વર્ષની પાંચમી એવી ફિલ્મમાં સામેલ થઈ ગઈ છે જેણે 100 કરોડનો આંકડો પાર કર્યો હોય. બોક્સ ઓફિસ પર ફિલ્મના કામયાબીને એક રીતે દર્શકોના પસંદ અને ના પસંદગીની રીતે જોવામાં આવે છે અને આ ફિલ્મને એ રીતે ઘણી જ હિટ સાબિત થઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -