પેટ્રોલિયમ ડીલરોની દેશ વ્યાપી હડતાળ, 54 હજાર પેટ્રોલ પંપ રહેશે બંધ, જાણે ક્યારે રહેશે બંધ
પેટ્રોલિયમ ડીલરોની માગ છે કે, 4 નવેમ્બર, 2016ના ઓઈલ માર્કેટિંગ કંપનિઓ સાથે કરવામાં આવેલ કરારને લાગુ કરવામાં આવે. આ નિર્ણય લાંબા સમયથી પેન્ડિંગમાં છે. અન્ય માગોમાં ડીલર માર્જિનની દર છ મહિનામાં સમીક્ષા, રોકાણ પર રિટર્ન માટે નિયમમા સુધારો, કર્મચારીઓના મુદ્દાનું સમાધાન, નુકસાન ભરવાના લઈને અધ્યયન અને એથેનોલ અને ટ્રાંસપોર્ટેશન સાથે સંબંધિત મુદ્દાઓ સામેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: પેટ્રોલિયમ ઉત્પાદનો 54 હજાર ડીલર 13 ઓક્ટોબરે દેશવ્યાપી હડતાળ પર રહેશે. યૂનાઈટેડ પેટ્રોલિયમ ફ્રંટને વધુ ફાયદા અને વિવિધ માગો અને પેટ્રોલિયમ પદાર્થોને પણ જીએસટીમાં સામેલ કરવાને લઈને હડતાળનું એલાન કરી દીધું છે.
યૂપીએફે ચેતવણી આપી છે કે જો તેમની માગને નહીં માનવામાં આવે તો ઈધણ વિક્રેતા 27 ઓક્ટોબરથી અનિચ્છિતકાળ માટે પેટ્રોલિયમ ઉત્પાદનની ખરીદી અને વેચાણ બંધ કરી દઈશું. યૂપીએફ 54 હજાર ડીલરોનું પ્રતિનિધિત્વ કરે છે. જેમાં ઓલ ઈન્ડિયા પેટ્રોલિયમ ટ્રેડર્સ, ધ ઓલ ઈન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસીએશન અને કંસોર્ટિયમ ઓફ ઈન્ડિયન પેટ્રોલિયમ ડીલર જેવા મોટા સંગઠનો સામેલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -