રિષી કપૂર-તાપસી પન્નુની ફિલ્મ 'મુલ્ક'ની રીલિઝ પર મુંબઇ સેશન કોર્ટે લગાવ્યો સ્ટે, જાણો કારણ
અનુભવ સિન્હાએ તેમની પોસ્ટમાં લખ્યું હતું કે, આ ફિલ્મમાં શ્રીમાન દીપક મુકુટ અને તેમનાં પિતા કમલ મુકુટના પૈસા લાગેલા છે. જે વ્યવસાયે એક દિગ્ગજ છે. મારી દરેક પોસ્ટ 'મુલ્ક' માટે નથી હોતી. અમે ફિલ્મનાં પ્રચારમાં કરોડો રૂપિયા ખર્ચ કરી રહ્યાં છે. અન તેને બનાવવામાં તેનાંથી વધુ રૂપિયા ખર્ચ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈ: રિષી કપૂર અને તાપસી પન્નૂની ફિલ્મ 'મુલ્ક'ની રીલિઝ પર મુંબઈ કોર્ટે રોક લગાવી છે. આ મામલે વધુ સુનાવણી ગુરૂવારે થશે. આ ફિલ્મ આતંકી ઘટનાનું કાવતરૂ રચવાના આરોપમાં ઘેરાયેલા એક મુસલમાન પરિવાર પર આધારિત છે.
ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદથી જ વિવાદ સામે આવી રહ્યો છે. થોડા સમય પહેલાં અનુભવને સોશિયલ મીડિયા પર ઘણી આલોચના સહન કરવી પડી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર વહેતું થયુ હતું કે, આ ફિલ્મમાં દાઉદ ઇબ્રાહિમનો પૈસો લાગેલો છે જે બાદ અનુભવ સિન્હાએ ટ્વિટ કરીને આવી અફવા ફેલાવનારાઓ પર રોષ વ્યક્ત કર્યો હતો.
વંદના પુનવાની નામની મહિલાની અરજી પર સુનાવણી કરતા મુંબઈ કોર્ટે ફિલ્મ મુલ્કની રીલિઝ પર રોક લગાવી છે. પુનવાનીનો આરોપ છે કે પ્રોડક્શન અને એન્ટરટેનમેંટ એજન્સી બનારસ મીડિયા વર્કસ લિમિટેડે તેનો બંગલો ભાડે લીધો હતો પરંતુ ભાડાની ચુકવણી નથી કરી. પુનવાનીનું કહેવું છે કે આ એજન્સી ફિલ્મ મુલ્ક ના નિર્માણ સાથે જોડાયેલી છે. જ્યાં સુધી તેમના 50 લાખની ચૂકવણી કરવામાં ન આવે ત્યાં સુધી ફિલ્મને રીલિઝ કરવામાં ન આવે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -