રમેશ બાલાએ ટ્વીટ કરીને જણાવ્યું કે ફિલ્મે ગ્રોસ 100 કરોડની કમાણી કરી છે. ફિલ્મે ભારતમાં કુલ 68 કરોડની કમાણી કરી છે. હિંદી ભાષામાં રિલીઝ કરેલી ફિલ્મે 24 કરોડની કમાણી કરી છે, જ્યારે અન્ય ભાષાઓમાં ફિલ્મે 44 કરોડની કમાણી કરી છે. આ હિસાબથી ફિલ્મે કુલ 68.01 કરોડની કમાણી કરી છે. ફિલ્મના ગ્રોસ કલેક્શનની વાત કરવામાં આવે તો ફિલ્મે 104.8 કરોડની કમાણી કરી છે.
પહેલા આશા હતી કે આ ફિલ્મ પ્રભાસની પોતાની ફિલ્મ બાહુબલી 2નો કમાણીનો રેકોર્ડ તોડશે. પરંતુ પ્રભાસ પોતાની ફિલ્મનો રેકોર્ડ ન તોડી શક્યો. વર્ષ 2017માં આવેલી ફિલ્મ બાહુબલી 2એ તમામ ભાષાઓમાં ગ્રોસ 121 કરોડની કમાણી કરી હતી. હિંદુ ભાષાની વાત કરવામાં આવે તો ફિલ્મે 41 કરોડની કમાણી કરી હતી. પ્રભાસની સાહો બંને ક્ષેત્રમાં બાહુબલીનો રેકોર્ડ તોડવામાં નિષ્ફળ રહી છે.