મુંબઈ: પ્રભાસની ફિલ્મ સાહો બૉક્સ ઑફિસ પર રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મને લઈને દર્શકો વચ્ચે ઘણો ઉત્સાહ હતો પરંતુ ફિલ્મ રિલીઝ થયા બાદ ફેન્સને નિરાશા હાથ લાગી છે. ક્રિટિક્સ હોય કે દર્શક ફિલ્મના સારા રિવ્યૂ નથી મળી રહ્યા. ફિલ્મને લઈને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ફેન્સ સોશિયલ મીડિયા પર ફિલ્મને ટ્રોલ કરતા નજર આવી રહ્યાં છે. આ ફિલ્મે ઓપનિંગ ડે પર હિંદી વર્ઝનમાં 24.40 કરોડની કમાણી કરી લીધી છે.

ફેન્સ પ્રભાસની ફિલ્મ બાહુબલી-2 સાથે સરખામણી કરી રહ્યાં છે. પ્રભાસની આ બિગ બજેટવાળી ફિલ્મને મળેલા રિવ્યૂને લઈને સોશિયલ મીડિયા પર જબરજસ્ત મીમ્સ ટ્રોલ થઈ રહ્યાં છે.












આ ફિલ્મ દેશભરમાં 10 હજાર સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. નોર્થ ઈંડિયામાં લગભગ 4500 અને તેલંગણા-આંધપ્રદેશમાં 2000થી પણ વધુ સ્ક્રીન્સ મળી છે. આ ફિલ્મમાં પ્રભાસ, શ્રદ્ધા, જેકી શ્રોફ, મહેશ માંજરેકર ઉપરાંત ઘણા દિગ્ગજ સ્ટાર્સ છે.