મુંબઈ: બોલીવૂડ અભિનેતા ટાઈગર શ્રૉફની આગામી ફિલ્મ સ્ટૂડન્ટ ઓફ ધ યર 2નું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મમાં ટાઈગર સાથે અનન્યા પાંડે અને તારા સુતરિયા ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મ સ્ટૂડન્ટની લાઈફ પર આધારીત છે.


જ્યારથી ફિલ્મ 'સ્ટૂડન્ટ ઓફ ધ ઇયર 2' બનાવવાનું શરૂ થઇ ત્યારથી ફિલ્મને લઇને લોકોમાં આતુરતા હતી. ગત બે દિવસોમાં ફિલ્મના 5 પોસ્ટર રિલીઝ થયા તો બીજી તરફ ફિલ્મનું જોરદાર ટ્રેલર પણ સામે આવી ચૂક્યું છે.


આ 3 મિનિટ 5 સેકેન્ડના ટ્રેલરમાં ટીન એજર્સના ઇમોશન, એક્શન, રોમાન્સ અને ગજબનું ટશન જોવા મળી રહ્યું છે. અનન્યા પાંડે અને તારા સુતરિયામાં જોવા મળ્યું ક્યૂટનેસનું કોમ્પિટિશન તો બીજી તરફ ટાઇગર શ્રોફ હવે અત્યાર સુધીના સૌથી જોરદાર અંદાજમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મની બંને અભિનેત્રીઓ તારા સુતરિયા અને અનન્યા પાંડે એક્ટિંગથી માંડીને લુક્સ સુધી દરેક મામલે એકબીજાને ટક્કર આપી રહી છે.