ફિલ્મ 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' પર વિવાદ, કૉંગ્રેસ શાસિત રાજ્યોમાં લાગી શકે છે પ્રતિબંધ
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પર લખવામાં આવેલી બૂક 'ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' પર બનેલી ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયુ છે. ટ્રેલરમાં અનુપમ ખેર પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનાં રોલમાં છે. આ ફિલ્મમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધીને પણ બતાવવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહારાષ્ટ્ર યુથ કૉંગ્રેસના અધ્યક્ષ સત્યજીત થાંબેએ ફિલ્મના નિર્માતાને પત્ર લખીને સ્પેશલ સ્ક્રિનિંગની માંગ કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે જો ફિલ્મમાં તથ્યો કરતા અલગ જોવા મળશે તો તે સીનને દૂર કરવા પડશે. જો તેમની શરતો માનવામાં નહી આવે તો સમગ્ર દેશમાં ફિલ્મની સ્ક્રિનિંગ નહી થવા દેવામાં આવે. મનમોહન સિંહ પર આધારિત સંજય બારૂના પુસ્તક પર પહેલા પણ વિવાદ થઈ ચુક્યો છે.
મુંબઈ: અનુપમ ખેરની ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરનું ટ્રેલર ગુરૂવારે રિલીઝ થયું છે. આ ફિલ્મના ટ્રેલરના રિલીઝ બાદ વિવાદ વધી રહ્યો છે. જેને લઈને કૉંગ્રેસ શાસિત રાજ્યોમાં આ ફિલ્મ પર બેન લાગી શકે છે. મહારાષ્ટ્ર યુથ કૉંગ્રેસે ફિલ્મના નિર્માતાને પત્ર લખીને ફિલ્મની સ્પેશલ સ્ક્રિનિંગ રાખવાની માંગ કરી છે. આ સાથે જ જો તેમની માગ નહી માનવામાં આવે તો કૉંગ્રેસ શાસિત રાજ્યોમાં ફિલ્મ બેન કરવાની ધમકી પણ આપવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -