ફિલ્મ રિલીઝના પ્રથમ દિવસે જ 50 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. ત્રણ દિવસમાં 100 કરોડ, પાંચ દિવસમાં 150 કરોડની કમાણી કરી હતી. ફિલ્મે સાતમાં દિવસે 200 અને આઠમાં દિવસે 225 કરોડનો આંકડો પાર કર્યો છે. ફિલ્મ દરરોજ નવા રેકોર્ડ બનાવે છે.
આ ફિલ્મ ઋતિક રોશન અને ટાઈગર શ્રોફના કેરિયરની પણ સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ફિલ્મ છે. યશરાજ બેનર હેઠળ બનેલી આ પાંચમી ફિલ્મ છે જેણે માત્ર ત્રણ જ દિવસોમાં 100 કરોડનો આંકડો પાર કરી દીધો છે.
ચાલુ વર્ષે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં ત્રીજા નંબરે પહોંચી ગઈ છે. આ ફિલ્મ આ વર્ષની સૌથી ઝડપી 200 કરોડના ક્લબમાં એન્ટ્રી કરનાર ફિલ્મ બની ગઈ છે. આ પહેલા ‘કબીર સિંહે’ 13માં દિવસ જ્યારે ‘ભારત’ 14માં દિવસે 200 કરોડની કમાણીનો આંકડો પાર કર્યો હતો.
સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બનેલી વૉર માં ઋતિક અને ટાઈગર વચ્ચે ધમાકેદાર એક્શન સીન્સ ફિલ્માવામાં આવ્યા છે. આ ફિલ્મમાં વાણી કપૂર પણ મહત્વની ભૂમિકા ભજવી છે.