નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના યુવા ઓપનર મયંક અગ્રવાલે પુણે ટેસ્ટમાં પોતાનું શાનદાર ફોર્મ યથાવત રાખ્યું છે. અગ્રવાલે અહી ચાલી રહેલી ટેસ્ટ મેચમાં પોતાના કરિયરની સદી ફટકારી છે. મયંકે 183મી બોલ પર ફિલેન્ડરની બોલ પર ચોગ્ગો ફટકારીને સદી પૂરી કરી છે. આ અગાઉ ઓવરમાં તેણે કેશવ મહારાજની ઓવરમાં સતત બે સિક્સ ફટકારી હતી. સતત બે ટેસ્ટમાં બે સદી ફટકારી મયંકે પૂર્વ ટેસ્ટ ઓપનર વિરેન્દ્ર સહેવાગના રેકોર્ડની બરોબરી કરી હતી. મયંક અગાઉ સહેવાગે સાઉથ આફ્રિકા વિરુદ્ધ 2009-10માં સતત બે ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી.
પુણે ટેસ્ટ મેચ અગાઉ મયંકે વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં બેવડી સદી ફટકારી હતી. અહીં તેણે 215 રનની ઇનિંગ રમી હતી અને પોતાની પ્રથમ ટેસ્ટ સદીને બેવડી સદીમાં ફેરવી હતી. બીજી ટેસ્ટ મેચમાં મયંકે સારું પ્રદર્શન કર્યું હતું અને સદી ફટકારી હતી. પોતાની સદીમાં 16 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. મયંક રબાડાનો શિકાર બનાવ્યા હતા.