Subhash Ghai Health Unwell: 79 વર્ષીય સુભાષ ઘાઈને શ્વાસની બીમારી, નબળાઈ અને વારંવાર ચક્કર આવવાના કારણે બુધવારે લીલાવતી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.
હોસ્પિટલ સૂત્ર દ્રારા એબીપી ન્યૂઝને મળેલી માહિતી અનુસાર, આઈસીયુમાં દાખલ સુભાષ ઘાઈ ન્યુરોલોજિસ્ટ ડૉ. વિનય ચૌહાણ, કાર્ડિયોલોજિસ્ટ ડૉ. નીતિન ગોખલે અને પલ્મોનોલોજિસ્ટ ડૉ. જલીલ પારકરની દેખરેખ હેઠળ સારવાર હેઠળ છે.
સુભાષ ઘાઈની તબિયત પહેલા કરતા સારી છે
એક વિશ્વસનીય સૂત્રએ એબીપી ન્યૂઝને જણાવ્યું કે, સુભાષ ઘાઈની હાલત પહેલા કરતા સારી છે અને તેમને એક દિવસમાં ICUમાંથી સામાન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવશે.
રામ લખન, સૌદાગર અને પરદેશ જેવી મહાન ફિલ્મોના દિગ્દર્શક
સુભાષ ઘાઈએ બોલિવૂડને ઘણી શાનદાર ફિલ્મો આપી છે. તેણે કાલીચરણ, કર્જ, કર્મ, સૌદાગર અને ખલનાયક જેવી ફિલ્મોથી પોતાની ઓળખ બનાવી. સુભાષ ઘાઈએ શાહરૂખ ખાનની ફિલ્મ પરદેશ બનાવી હતી. આ સિવાય તેણે 2008માં તાલ અને સલમાન ખાનની યુવરાજનું પણ નિર્દેશન કર્યું હતું.
સુભાષ ઘાઈએ તાજેતરમાં ઐતરાઝ 2 અને ખલનાયક 2 વિશે વાત કરી હતી.
સુભાષ ઘાઈએ 2004માં રિલીઝ થયેલી એતરાઝનું નિર્દેશન કર્યું ન હતું, પરંતુ તેણે તેને પ્રોડ્યુસ ચોક્કસ કરી હતી. તાજેતરમાં સુભાષે તેની સિક્વલની પણ જાહેરાત કરી હતી. જેમાં અક્ષય કુમાર, પ્રિયંકા ચોપરા અને કરીના કપૂરને બદલે તેણે નવા ચહેરા લાવવાની વાત કરી હતી.
આ સિવાય સંજય દત્ત સાથે સુભાષ ઘાઈની સુપરહિટ ફિલ્મ ખલનાયકનો બીજો ભાગ પણ ટૂંક સમયમાં જોવા મળી શકે છે. તમને જણાવી દઈએ કે સમાચાર મુજબ સુભાષ ઘાઈ ખલનાયક 2માં પણ કામ કરી રહ્યા છે.
આ પણ વાંચો