અહેવાલ મુજબ, ફરિયાદી પ્રવીણ શ્યામ સેઠી અને તેના મિત્રએ સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં 67 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. પરંતુ સેલિબ્રિટી ક્રિકેટ લીગનું આયોજન કર્યું નહોતું. પ્રતાપનગર પોલીસ સ્ટેશનના એસએચઓ સંજય શર્માના કહેવા મુજબ છેતરપિંડીની કુલ રકમ 2.5 કરોડ જણાવવામાં આવી છે.
ફરિયાદીના કહેવા મુજબ, તે સેલિબ્રિટી ક્રિકેટ લીગના ડાયરેક્ટર પવન જાંગીડને 2018માં મળ્યો હતો. તેમણે જયપુરમાં સેલિબ્રિટી ક્રિકેટ લીગનો દાવો કરી જણાવ્યું કે અનેક બોલીવુડ એક્ટર્સ મારા સંપર્કમાં છે. તેમાં બોની કપૂર અને મુસ્તફા રાજ પાર્ટનર્સ હોવાનું પણ જણાવ્યું હતું. પવન જાંગીડે વાયદો કર્યો હતો કે આ લીગથી મારું રોકાણ બમણું થશે. પવન મને મુંબઈ લઈ ગયો અને મુસ્તફા રાજ સાથે મુલાકાત કરાવી.
પોલીસ ફરિયાદમાં પ્રવીણે કહ્યું, મેં તેમને 35 લાખ રૂપિયા આપ્યા અને મારા મિત્રોને પણ રોકાણ કરવા કહ્યું. મારા મિત્રએ 32 લાખનું રોકાણ કર્યું. ઓક્ટોબર 2018માં બોની કપૂર જયપુર આવ્યા હતા. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં ડિસેમ્બરમાં ક્રિકેટ લીગના આયોજનની જાહેરાત કરી હતી. પરંતુ આમ થયું નહોતું. જ્યારે મેં મારા પૈસા પરત માંગ્યા તો તેમણે ના પાડી દીધી હતી. પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
વર્લ્ડકપઃ ન્યૂઝીલેન્ડ આ ખેલાડીએ તોડ્યો રોહિત શર્માનો મોટો રેકોર્ડ, જાણો વિગત
પ્લેટફોર્મ અને પાટાની વચ્ચે પટકાયો પેસેન્જર છતાં બચી ગયો જીવ, જુઓ વીડિયો
ઉપસરપંચના હત્યારાને પકડવાની માંગને લઇને પુત્ર સહિત સગાવ્હાલા બેઠાં ધરણાં પર, જુઓ વીડિયો