મુંબઈ ઇન્ડિયન્સ માટે રમનાર આ ખેલાડી પર BCCIએ લગાવ્યો બે વર્ષનો પ્રતિબંધ, જાણો કેમ
abpasmita.in | 20 Jun 2019 08:28 AM (IST)
સલામ જમ્મુ કાશ્મીરનો રહેવાસી છે અને તે આ વર્ષે આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતો જોવા મળ્યો હતો.
નવી દિલ્હીઃ બીસીસીઆઈએ ફાસ્ટ બોલર રસિખ સલામ ડાર પર બે વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. બોર્ડે આ નિર્ણય ખોટી જન્મતારીખ દર્શાવવા બદલ કર્યો છે. ડારને ભારતની અંડર-19 ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેના સ્થાન પર હવે પ્રભાત મોર્યને તક આપવામાં આવી છે. જે 21 જુલાઈએ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ શરૂ થનાર વનડે સિરીઝમાં ટીમનો ભાગ હશે. સલામ જમ્મુ કાશ્મીરનો રહેવાસી છે અને તે આ વર્ષે આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતો જોવા મળ્યો હતો. તેને ઝહીર ખાને કેપ આપી હતી. તે સમયે તેની ઉંમર 17 વર્ષ 353 દિવસ હતી અને તે મુંબઈ તરફથી સૌથી નાની ઉંમરમાં ડેબ્યૂ કરનાર ક્રિકેટર હતો. બીસીસીઆઈ તરફથી જાહેર કરેલ નિવેદનમાં કહ્યું છે કે બીસીસીઆઈએ રસિખ સલામ ઉપર બે વર્ષનો પ્રતિબંધ મુકી દીધો છે. કારણ કે તેણે બીસીસીઆઈને ઉંમરનું ખોટું પ્રમાણપત્ર આપ્યું હતું. ટીમ 15 જુલાઈએ ઇંગ્લેન્ડ રવાના થશે.