વડોદરાના વિદ્યાર્થીની FIR વધારી શકે છે KRKની મુશ્કેલી, જાણો શું છે મામલો
બાંદ્રા પોલીસ સ્ટેશનના સીનિયર ઇન્સ્પેક્ટર ગીરીશ અનવકરના કહેવા મુજબ, તપાસ શરૂ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત પોલીસ દ્વારા ઉજ્જવલને મુંબઈ પોલીસનો સંપર્ક કરવાનું કહ્યું હતું. જે બાદ શુક્રવારે બાંદ્રા પોલીસે કેઆરકે સામે એફઆઇઆર નોંધી છે. પોલીસનું કહેવું છે કે તેઓ કેઆરકેને કારણ દર્શક નોટિસ પણ આપશે.
વડોદરાના રહેવાસી સ્ટુડન્ટ ઉજ્જવલ કૃષણમે 2 ઓક્ટોબરના રોજ સ્થાનિક પોલીસને ફરિયાદ કરી હતી. ફરિયાદમાં તેણે જણાવ્યું કે, ‘કમાલ રાશિદ ખાન, જે ખુદને બોલીવુડનો ક્રિટિક કહે છે. તે તાજેતરના એક વીડિયોમાં ખાસ કમ્યુનિટી સામે અપમાનજનક વાતો કરતો જોઈ શકાય છે. સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ફેંસલા બાદ પણ તે આ પ્રકારની સ્પીચ આ છે. જેનાથી અભદ્ર અને અપમાનજનક લાગી રહ્યું છે.’
મુંબઈઃ ખુદને બોલીવુડ ક્રિટિક ગણાવતા કમાલ રાશિદ ખાન(KRK)નું નામ વારંવાર વિવાદોમાં આવે છે. પરંતુ આ વખતે તેમની મુશ્કેલી વધી શકે છે. કેઆરકે એ તેમની યુટ્યૂબ ચેનલ પર એક વીડિયો દ્વારા LGBTQ કમ્યુનિટીને લઈ વાંધાજનક વાત કરી હતી. આ વીડિયો તેમણે 7 સપ્ટેમ્બર એટલે કે કલમ 377 પર સુપ્રીમ કોર્ટના ચુકાદાના એક દિવસ પહેલા અપલોડ કર્યો હતો. અત્યાર સુધીમાં આ વીડિયોને 2.83 લાખ જેટલા વ્યૂઝ મળી ચુક્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -