નવી દિલ્હીઃ ભાજપના નેતા અને મેઘાલયના પૂર્વ રાજ્યપાલ તથાગત રોયે બંગાળી એક્ટ્રેસ સાયાની ઘોષ વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવી છે. તથાગતે આ એફઆઈઆર સાયાની દ્વારા ‘લાગણી દુભાવાવનો આરોપ લગાવતા કરી છે. બંગાળી એક્ટ્રેસ સાયાનીએ ટ્વિટર પર એક મીમ શેર કર્યું હતું જેના પર આરોપ લાગ્યો છે કે તેણે હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચાડી છે.

ઘોષે તેના પર સ્પષ્ટતા કરતાં કહ્યું કે, મીમ હાલનું નથી પરંતુ ફેબ્રુઆરી, 2015ના સમયનું છે અને તે પણ તેના દ્વારા પોસ્ટ કરવામાં આવ્યું ન હતું પરંતુ તેના ટ્વિટરને કોઈ દ્વારા હેક કરવામાં આવ્યું હતું જેના દ્વારા તે ટ્વીટ કરવામાં આવ્યું હતું.

તથાગત રોયે સાયાની ઘોષને ટાર્ગેટ કરતાં ટ્વીટર પર લખ્યું કે, ‘તે આઈપીસીના સેક્શન 295Aનું ઉલ્લંઘન કર્યું છે, હવે પરિણામ ભોગવવા માટે તૈયાર રહો.’


એક બીજા ટ્વીટમાં તથાગતે ટ્વીટર પર લખ્યું કે, ‘તારી વિરૂદ્ધ કોલકાતામાં પહેલા જ રિપોર્ટ થઈ ગયો છે. ગૌહાટીના પણ એક યુવકે મને કહ્યું કે, તેણે ધાર્મિક ભાવનાઓને તારા મીમથી ઠેસ પહોંચી છે અને તે પણ એફઆઈઆર ફાઈલ કરવા જઈ રહ્યા છે. મને આશા છે કે અસમ પોલીસ તેના પર ધ્યાન આપશે અને રિમાન્ડ માટે ફુચશે.’


આ મામલે સ્પષ્ટતા કરતાં સાયાની ઘોષે ટ્વીટર પર કહ્યું કે, “મિત્રો, મારા એક ટ્વીટને મારા ધ્યાનમાં લાવવામાં આવ્યું છે જે ખરેખર આપત્તિજનક છે. તમારી બધાની જાણકારી માટે કહું કે, હું વર્ષ 2010માં ટ્વીટરમાં જોડાઈ હતી અને થોડા દિવસ બાદ જ મને તેમાં કોઈ રસ રહ્યો ન હતો. જોકે ટ્વીટર પર મારું એકાઉન્ટ હતું. બાદમાં મને ખબર પડી કે મારું એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે.”